શું કોઈની હેરસ્ટાઈલથી મોઢામાં પાણી આવી જાય છે? કદાચ નહીં, પરંતુ તમે જે વિડિયો જોવાના છો તે જોઈને તમારા હોંશ ઉડી જશે. BMR Twins નામનું એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અલગ-અલગ લોકો પર કરવામાં આવેલી ‘ફૂડ હેરસ્ટાઈલ’ બતાવવા માટે વાયરલ થઈ રહ્યું છે. વાયરલ વિડિયોમાં મુખ્યત્વે પોલ જોન્સ નામનો એક વ્યક્તિ દેખાય છે, જે પોતે વાળંદ છે. વ્યક્તિના માથા પર નૂડલ્સ લટકતા જોવા મળ્યા અને ત્યારબાદ ત્યાં હાજર છોકરીઓ તેને ખાવા લાગી. આ પછી, વ્યક્તિના માથા પર પફ-કોર્ન દેખાયો.
વીડિયોમાં જોઈ શકાય છે કે પોલ જોન્સના માથા પર નૂડલ્સ મૂકવામાં આવ્યા છે અને તેને ખાવા માટે બે છોકરીઓ હાજર છે. બંને તેના માથા પર મૂકેલ નૂડલ્સ ખાવા લાગે છે. જોકે, સારી વાત એ છે કે પોલના માથા પર વાળ નથી. આ પછી, આગળના વિડિયોમાં, વ્યક્તિના માથા પર પફ-કોર્ન જોવા મળે છે. ઈન્ટરનેટ પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેના માથા પર ખાવાની કોઈ વસ્તુ રાખવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. bmrtwins1 નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ (Instagram Reels) પર આ વિડિયો અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘હોટ ચીટો અથવા રેગ્યુલર.’ આવા અન્ય વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘શ્રેષ્ઠ રામેન નૂડલ્સનો સ્વાદ શું હોઈ શકે.’ અન્ય ઘણા યુઝર્સે પણ આ વિડિયો (Instagram Reels Video) પર પોતાનો પ્રતિભાવ આપ્યો.