દેશમાં મોઘવારી દિવસને દિવસને નવા નવા રેકોર્ડ સર્જી રહી છે વધતી મોંઘવારીને લઇ જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે ઇંધણ,ખાઘ્યતેલ,રાંધણગેસ બાદ શાકભાજીમાં જેની ઉનાળા દરમિયાન સૌથી વધુ માગ હોય અને તેવા લીંબુનો ભાવ સોનાના ભાવે બોલાઇ રહ્યા છે હાલ દેશમાં લીંબુ 250થી 300 રૂપિયા પ્રતિકિલો વેચાઇ રહ્યા છે જે અત્યારસુધીનો ઐતિહાસિક ભાવ વધારો છે જેને લઇ ગૃહિણીઓના બજેટ પર સૌથી માઠી અસર પહોંચી છે રાંધણ ગેસ બાદ હવે શાકભાજીમાં પણ ગૃહિણીઓ બજેટ સરભર કરવા ઘણી કરકસર કરી રહી છે ગુજરાતની કેટલીક રેસ્ટોરેન્ટ, હોટલો,રેકડીઓ પર લીંબુઓ નામશેષ થઇ ચુક્યા છે લીંબુના ભાવ વધારો કોઇને પરવડે તેમ નથી.
કહેવત અનુસાર હવે લીંબુનું લોકો રસ નહી પરંતુ લોકોનું લીંબુ રસ કાઢી રહ્યુ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યો છે હાલ કેટલાક લગ્ન પ્રસંગમાં લોકો દહેજના ભાગરૂપે લીંબું અને ખાઘ્યતેલના ડબ્બાને પણ સ્થાન આપી રહ્યા છે કેટલીક જગ્યા નવપરિણીત દંપતી એક બીજાને લીંબુની ભેટ આપી રહ્યા છેવધતા લીંબુને ભાવને લઇ હાલ અવાર નવાર સોશિયલ મિડિયા પર રમુજી કરતા વિડિયો વાયરલ થઇ રહ્યા છે લીંબુના વધારાને લઇ ગુરુભાઇ નામના યુઝર્સના એકાઉન્ટ પરથી એક વિડિયો સોશિયલ મિડિયા વાયરલ થયો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ વિડિયોને 30 હજારથી પણ વધુ લાઇકસ અને 8 લાખથી પણ વધુ વ્યુસ મેળવ્યા છે જો વિડિયોમાં જોવાઇ છે કે પતિ પત્ની પાસેથી લીંબું પાણી માગે છે જેમાં મહિલા પતિને ગ્લાસમાં લીંબુ રાખી પાણી આપી પાછો લીંબુ લઇ લે છે અને પાણીપીને આખે આખો લીંબુ પરત આપવાની વાત કરે છે વિડિયોને એક જ વાતનું રટણ કરે છે લીંબુ ભાવ સંભાળ્યા છે ખરા તો બીજી તરફ પતિનું લીંબુના બદલે ડુંગળી વડે ઉતારો કરે છે જેમાં પતિ કહે છે કે ડુંગળી ન હોય બાઇ ત્યારે પત્ની કહે છે લીંબુના ભાવ સંભાળ્યા છે ખરાં