Vivo X Fold 5 પહોંચ્યો ભારતમાં, બજારમાં ફોલ્ડેબલ રેસ તીવ્ર
Vivo X Fold 5: ચીની ટેક કંપની Vivo એ ભારતમાં પોતાનો નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન Vivo X Fold 5 અને કોમ્પેક્ટ સ્માર્ટફોન Vivo X200 FE લોન્ચ કર્યો છે. વિવોનો નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન વિવો એક્સ ફોલ્ડ 5 કિંમત અને બેટરીમાં સેમસંગના ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 ને સખત સ્પર્ધા આપી રહ્યો છે. આ બે નવા સ્માર્ટફોનની સુવિધાઓ અને કિંમત વિશે અહીં જાણો.
Vivo X Fold 5: Samsung Galaxy Z Fold 7 ને ટક્કર આપવા માટે ચીની ટેક કંપની Vivo એ તેનું નવું ફોલ્ડેબલ સ્માર્ટફોન Vivo X Fold 5 ભારતમાં લોન્ચ કર્યું છે. Vivo X Fold 5 સાથે કંપનીએ એક પાવરફુલ કોમ્પેક્ટ સ્માર્ટફોન Vivo X200 FE પણ રજૂ કર્યો છે.
Vivo નો આ નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન Samsung Galaxy Z Fold 7 જેવા જ સ્લિમ લુકમાં લોન્ચ થયો છે.
આ મોડલમાં 6000mAh ની બેટરી અને Qualcomm Snapdragon 8 Gen 3 ચિપસેટ આપવામાં આવ્યું છે.
કેટલી છે કિંમત?
ઈ-કોમર્સ શોપિંગ સાઈટ Flipkart પર લોન્ચ થયેલા Vivo X Fold 5 અને Vivo X200 FE માટે પ્રી-બુકિંગ આજે એટલે કે 14 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ જશે.
જ્યાં સુધી કિંમતની વાત કરીએ તો,
Vivo X Fold 5 કંપનીએ એકજ વેરિઅન્ટ 16GB + 512GBમાં લોન્ચ કર્યો છે, જેને કિંમત છે ₹1,49,999.
જ્યારે Vivo X200 FEને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે:
12GB + 256GB – ₹54,999
16GB + 512GB – ₹59,999
Vivo X200 FE ની સેલ 23 જુલાઈથી શરૂ થશે, જ્યારે Vivo X Fold 5 ની સેલ 30 જુલાઈથી શરૂ થશે.
Vivo X Fold 5 ફીચર્સ
ડિસ્પ્લે:
Vivoના નવા ફોલ્ડેબલ ફોન Vivo X Fold 5માં 120Hz રિફ્રેશ રેટ અને 4500 નિટ્સ પીક બ્રાઈટનેસ સપોર્ટ સાથે 8.03 ઇંચની 2K રિઝોલ્યુશન ધરાવતી પ્રાઈમરી AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.
સાથે જ, બહારની તરફ 6.53 ઇંચની Full HD+ LTPO AMOLED કવર ડિસ્પ્લે પણ છે.
કેમેરા:
ફોનના પાછળના ભાગે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે:
50MP Sony IMX921 પ્રાઈમરી લેન્સ
50MP અલ્ટ્રા વાઇડ કેમેરા
50MP Sony IMX882 ટેલીફોટો સેન્સર
સેલ્ફી માટે આગળની તરફ 20MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
ચિપસેટ:
Vivo X Fold 5માં Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને ગ્રાફિક્સ માટે Adreno 750 GPU નો ઉપયોગ થયો છે.
ફોન Android 15 આધારિત Funtouch OS 15 પર ચલશે.
બેટરી:
આ ફોલ્ડેબલ ફોનમાં 6000mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
અન્ય ફીચર્સ:
ધૂળ અને પાણીથી રક્ષણ માટે Vivo X Fold 5ને IP5X, IPX8 અને IPX9 રેટિંગ મળી છે.
Vivo X200 FEના ફીચર્સ
ડિસ્પ્લે:
Vivoના આ નવા કોમ્પેક્ટ સ્માર્ટફોન Vivo X200 FEમાં 6.31 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે.
ચિપસેટ:
શક્તિશાળી પરફોર્મન્સ માટે ફોનમાં MediaTek Dimensity 9300+ પ્રોસેસર આપવામાં આવ્યું છે.
કેમેરા:
Vivo X200 FEના બેક પેનલમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે:
50MP ZEISS સપોર્ટેડ પ્રાઈમરી કેમેરો
50MP ટેલીફોટો લેન્સ
8MP અલ્ટ્રા વાઇડ સેન્સર
સેલ્ફી માટે આગળના ભાગે 50MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
બેટરી:
ફોનમાં 6500mAh ક્ષમતા ધરાવતી શક્તિશાળી બેટરી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.