Vivo X200 FE: Vivoનો નવો સ્માર્ટફોન 50MP ફ્રન્ટ કેમેરા સાથે

Roshani Thakkar
3 Min Read

Vivo X200 FE: Vivo નો નવા સ્માર્ટફોન વિશે જાણો

Vivo X200 FE: Vivo પ્રેમીઓ માટે સારી ખબર! કારણ કે કંપનીએ તેમના લિસ્ટમાં એક વધુ શક્તિશાળી ફોન ઉમેર્યો છે. નવા ફોન વિશે તમામ જાણકારી અહીં જાણી લો.

Vivo X200 FE: તાનો નવો સ્માર્ટફોન X200 FE લોન્ચ કર્યો છે. આ ફોન X200 સિરિઝનો ભાગ છે અને તેનો ડિઝાઇન કોમ્પેક્ટ અને પ્રીમિયમ છે. ખાસ કરીને તે યુઝર્સ માટે ખૂબ જ પસંદગીનો રહેશે, જેઓ એક કિફાયતશીલ અને પાવરફુલ ફોન શોધી રહ્યા હોય.

આ ફોન ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે: Amber Yellow, Frost Blue અને Luxe Grey. પ્રી-ઓર્ડર ચાલુ છે, જ્યારે Vivo X200 FE ની સેલ 23 જુલાઈથી Flipkart અને Vivo ની અધિકૃત વેબસાઇટ પર શરૂ થશે. આ ફોન બે વર્ઝન્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

કિંમતની વાત કરીએ તો:

  • 12GB RAM + 256GB સ્ટોરેજ માટે કિંમત ₹54,999 રાખવામાં આવી છે

  • 16GB RAM + 512GB સ્ટોરેજ માટે કિંમત ₹59,999 છે

Vivo X200 FE

ચાલો જાણીએ આ ફોનના બધા ફીચર્સ વિશે…

ફીચર્સની વાત કરીએ તો Vivo X200 FEમાં 6.31 ઇંચનો AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે, જેમાં 1.5K રિઝોલ્યૂશન, 120Hz રિફ્રેશ રેટ અને 1,800 નિટ્સની બ્રાઇટનેસ છે. આમાં MediaTek Dimensity 9300+ પ્રોસેસર છે. આ ફોન Funtouch OS 15 (Android 15) પર ચાલે છે અને તેમાં 16GB સુધી RAM અને 512GB સ્ટોરેજનું વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

કેમેરાની દૃષ્ટિએ, ફોનના પાછળ ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર (OIS સાથે), 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 50 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ (3x ઓપ્ટિકલ ઝૂમ સાથે) શામેલ છે. ફોનના આગળ 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જે વિડિયો કોલિંગ માટે ઉત્તમ છે.

Vivo X200 FE

જોરદાર બેટરી

Vivo ના નવા X200 FE ફોનમાં શક્તિ માટે 6,500mAh ની બેટરી આપવામાં આવી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ ફોન 5G સપોર્ટ સાથે આવે છે. તે ઉપરાંત તેમાં Bluetooth 5.4, NFC અને Wi-Fi જેવા કનેક્ટિવિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. કંપનીનું દાવો છે કે આ ફોન માત્ર 7.99mm પાતળો છે અને તેનું વજન 186 ગ્રામ છે.

ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને IP68 તથા IP69 રેટિંગ પણ આપવામાં આવી છે, જે તેને પાણી અને ધૂળથી સુરક્ષિત રાખે છે।

TAGGED:
Share This Article