બિહારમાં મોટો વિવાદ: સૌથી વધુ મહિલા અને મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારોમાંથી લાખો મતદારો યાદીમાંથી દૂર
બિહારમાં ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત મોટાપાયે બદલી જોવા મળી છે. ચૂંટણીપંચના તાજેતરના ડેટા અનુસાર, રાજ્યમાંથી કુલ 65.64 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમાંય સૌથી મોટો હિસ્સો મહિલાઓનો છે — કુલ હટાવવામાં આવેલ મતદારોમાં 55% મહિલાઓ છે. આ ઉપરાંત, ખાસ કરીને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ મોટા પાયે નાંમાકન રદ કરાયું છે.
ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, 22.34 લાખ મતદારોનું મોત થયું હોવાથી તેઓને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, જ્યારે 36.28 લાખ લોકો કાયમી સ્થળાંતર અથવા ગેરહાજરીના કારણે અને 7 લાખ મતદારો duplicate નોંધણીના કારણે દૂર કરાયા છે.
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગોપાલગંજ, સીમાંચલ (અરરિયા, કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા), મિથિલાંંચલ અને ભોજપુર વિસ્તારનો સમાવેશ થાય છે. ગોપાલગંજમાં 15.1% મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. સીઓમાંચલના ચાર મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાંથી 9.8% મતદારો હટાવાયા છે. આ વિસ્તારમાં અગાઉના ચૂંટણીઓમાં AIMIM સહિત વિપક્ષને નોંધપાત્ર સફળતા મળી હતી.
મિથિલાંંચલ, જેનો રાજકીય રૂઝાન NDA તરફ રહેતો હોય છે, ત્યાં પણ 8.6% મતદારો હટાવાયા છે. ભોજપુર પ્રદેશમાં 8.54% મતદારોને દૂર કરવામાં આવ્યા છે — જે જિલ્લાઓ અગાઉ મહાગઠબંધનના ગઢ ગણાતા. કોસી વિસ્તારમાં પણ 8% મતદારોના નામ કાઢવામાં આવ્યા છે. ચંપારણ અને આંગ પ્રદેશમાંથી અનુક્રમે 7.2% અને 7.12% મતદારો દૂર કરાયા છે.
મગધ પ્રદેશ, જેમાં પાટના, નાલંદા, જેવા રાજકીય રીતે મહત્વના જિલ્લામાં સમાવેશ થાય છે, ત્યાં માત્ર 6.98% મતદારો હટાવાયા છે — જે પ્રમાણનાપાત્ર સૌથી ઓછી અસર દર્શાવે છે.
આ બદલાવ સાથે, 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો માટે મતદાર યાદી મોટો વિવાદાસ્પદ મુદ્દો બની રહ્યો છે. તમામ પક્ષો આ આંકડાનું વિશ્લેષણ કરી ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે. યાદી સુધારણા હવે માત્ર પ્રશાસનિક પ્રક્રિયા નહીં, પણ રાજકીય મુદ્દો બની ગઈ છે.