Gujarat Weather: ગુજરાતમાં માવઠું અને ઠંડીના ઝટકાં: તાપમાનમાં ઘટાડા અને પલટાવાની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણએ જણાવ્યું કે, આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે, પરંતુ 22મી જાન્યુઆરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. આમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વમાં બદલાશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. સાવરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટમાં આવી શકે છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 22થી 28 જાન્યુઆરી સુધી આ ઠંડીનો રાઉન્ડ ચાલુ રહેશે. આ સાથે જ, હવામાનના પલટાને કારણે 30 જાન્યુઆરી સુધીમાં માવઠું થવાની સંભાવના પણ છે. જેમાં હળવું વરસાદ થવાની શક્યતા છે.
આજથી તાપમાનમાં 2-3 ડિગ્રીની રાહત મળવાની છે, જેના કારણે ઠંડીની અસર વધશે. ગુજરાતના નલિયા, ભુજ, રાજકોટ, સુરત, વડોદરા, અને અમદાવાદ જેવા શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
હવામાનમાં આ ફેરફારના કારણે ખેડૂતોને માવઠાની ચિંતા વધતી જોવા મળી રહી છે, કારણ કે આ ફેરફાર શિયાળુ પાકને નુકસાન પોંચાડી શકે છે.