Surat: સુરતના આર્થિક માફિયા:મકબુલ ડોક્ટર (મામા)ની તપાસમાં અસલમ નામની વ્યક્તિની શું ભુમિકા? પોલીસે કરી સઘન પૂછપરછ, 15 વર્ષથી રહે છે દુબઈમાં
સુરતના આર્થિક માફિયાઓએ સરકારી તિજોરીને મસમોટું નુકશાન પહોંચાડ્યું છે. એક પછી એક ભવાડા સામે આવી રહ્યા છે. થોડા મહિના પહેલા ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, દુબઈથી લઈ અમેરિકા, લંડન સુધી એકાઉન્ટ ભાડૈ રાખી કરોડો રુપિચાની ઘાલમેલ કરી સરકાર અને પોલીસને એક રીતે પડકાર ફેંક્યા બાદ આ તમામ હવે જેલના સળિયા પાછળ ધકેલાયા છે. મતબૂલ (ડોક્ટર મકબૂલ મામા) સાથે કનેક્શન ધરાવતા લોકોની પોલીસ તપાસ કરી રહી છે, તેવામા દુબઈ સ્થિત અન્ય એક વ્યક્તિનું નામ પણ બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મકબુલ મામાનાં પાર્ટનર
તરીકે ઓળખાતા અને સુરતનાં ભાગાતળાવ વિસ્તારમા રહી ચૂકેલા તેમજ ટેલરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા અસલમ નામની વ્યક્તિ પાછલા 15 વર્ષથી દુબઈમાં રહે છે અને સુરતમાં આવન-જાવન કરે છે. અહીંયા મૂળભૂત સવાલ એ થાય છે કે 15 વર્ષથી આ અસલમ નામની વ્યકિત દુબઈમાં શું કરે છે તે કોઈ ફોડ પાડીને કહી શકતું નથી. સુરત પોલીસે અસલમની લાંબી અને સઘન પૂછપરછ કરી હતી. એને દુબઈ જતાં અટકાવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ 15 દિવસની તપાસનાં અંતે અસલમને દુબઈ જવા દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મકબૂલના આર્થિક કૌભાંડમાં જ અસલમની તપાસ કરવામાં આવી હોવાની વિગતો હાથ લાગી રહી છે.
અત્રે નોંધનીય છે કે સુરતના ભાગાતળાવના મકબુલ ડોકટર(મામા)
સહિતના આરોપીઓને ત્યાં EDના દરોડા પડયા છે, રૂપિયા 100 કરોડના USDT કૌભાંડના કેસમાં EDના દરોડા પડયા છે, આ કેસનો મુખ્ય આરોપી મકબુલ ડોકટર જેઓ શહેરના ભાગળતળાવમાં રહે છે, EDની એક ટીમ સુરત ઉપરાંત અમદાવાદમાં પણ દરોડા પાડયા છે. મકબુલ ડોકટર સહિતના આરોપીઓને ત્યાં EDના દરોડા પડયા છે, રૂપિયા 100 કરોડના USDT કૌભાંડના કેસમાં EDના દરોડા પડયા છે, આ કેસનો મુખ્ય આરોપી મકબુલ ડોકટર જેઓ શહેરના ભાગળતળાવમાં રહે છે, EDની એક ટીમ સુરત ઉપરાંત અમદાવાદમાં પણ દરોડા પાડયા છે.
ઓછામાં ઓછા 500 એકાઉન્ટ દ્વારા આ આર્થિક માફિયાઓએ સરકારને ચૂનો ચોપડ્યો હતો. સુરત પોલીસ ઉપરાંત ઈડી દ્વારા પણ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે અને હાલ તપાસ બંધ કરવામાં આવી નથી, ગમે ત્યારે મોટો ધડાકો થવાની શક્યતા છે.