14 વર્ષે લગ્નનું બંધન: રોયા કરીમીએ કેવી રીતે તોડ્યા તાલિબાની નિયંત્રણો? બાલિકા વધૂમાંથી બની આયર્ન લેડી.
અફઘાનિસ્તાનના ‘તાલિબાની’ નિયંત્રણોની વચ્ચે 14 વર્ષની ઉંમરે લગ્ન અને 15મા વર્ષે માતા બની ચૂકેલી યુવતી રોયા કરીમી આજે યુરોપની ટોચની બોડીબિલ્ડરમાંથી એક છે. અફઘાનિસ્તાનમાંથી ભાગેલી બાલિકા વધૂ રોયા કરીમીની ટોચની બોડીબિલ્ડર બનવાની આ સફર આસાન નહોતી. હવે કરીમીની ચર્ચા વર્લ્ડ બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં થઈ રહી છે.
યુરોપની ટોચની બોડીબિલ્ડરમાંથી એક રોયા કરીમી નોર્વેને સ્પેનના બાર્સેલોનામાં યોજાઈ રહેલી વર્લ્ડ બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં રિપ્રેઝન્ટ કરી રહી છે. રોયા કરીમીની સૌથી વધુ ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે, કારણ કે તેઓ મૂળરૂપથી અફઘાનિસ્તાન સાથે સંબંધ ધરાવે છે અને નાની ઉંમરે દુલ્હન અને સગીર વયે બાળકની માતા બની ગઈ હતી.
જીવનમાં કંઈક મોટું કરવાની ચાહતમાં રોયાએ કિસ્મત સાથે સમજૂતી ન કરી અને પોતાની સખત મહેનતથી બોડીબિલ્ડિંગમાં તે મુકામ સુધી પહોંચી ગઈ, જેનું બધા સપનું જુએ છે અને રોયા કરીમીએ તે કરી બતાવ્યું.
Afghan bodybuilder Roya Karimi on going from child bride to champion
Just 15 years ago, she was a teenage mother in Afghanistan, married off as a child bride, before she escaped to her new life.https://t.co/zkSo8QJFhd pic.twitter.com/8BGwqyYHsN
— SAMRIBackup (@SamriBackup) November 18, 2025
રોયા કરીમીની સફળતાના કિસ્સાઓ
-
30 વર્ષની ઉંમરે રોયા કરીમી સ્ટોપેરિયેટ ઓપન બોડીબિલ્ડિંગમાં ગોલ્ડ જીતી ચૂકી છે.
-
ત્યારબાદ રોયાએ નોર્વે ક્લાસિક 2025 ચેમ્પિયનશિપ પણ જીતી.
-
યુરોપિયન ચેમ્પિયનશિપમાં ભાગ લઈને પોતાની ગજબ ફિટનેસ અને સાદગીથી બધાને ચોંકાવી દીધા.
-
આ જ ચેમ્પિયનશિપ જીતીને રોયા કરીમીએ વર્લ્ડ બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરી લીધું.
