ગૃહમંત્રી હવે કોણ બનશે? હર્ષ સંઘવી પાસે યથાવત રહેશે? ગૃહ વિભાગ મુખ્યમંત્રી પાસેથી છિનવાશે? જીતુ વાઘાણી, અર્જુ મોઢવાડિયાને કનુભાઈ દેસાઈ પાસે ક્યો વિભાગ આવશે?
ગુજરાતનાં નવા મંત્રીમંડળની ફેરરચના કરી દેવામાં આવી છે. વિભાગોની ફાળવણી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. મહત્વનો પ્રશ્ન એ છે કે ગૃહમંત્રી તરીકે હવે કોણ રહેશે? ગત ટર્મમાં ગૃહમંત્રી તરીકે રાજ્યકક્ષાનો હવાલો સંભાળતા હર્ષ સંઘવી હવે નાયબ મુખ્યમંત્રી બનતા આ પ્રશ્ન ચર્ચાની એરણે આવ્યો છે.
આમ તો ગૃહમંત્રાલય સીધી રીતે મુખ્યમંત્રી પાસે હોય છે અને ગૃહ વિભાગ સિવાય અન્ય કેટલાક મહત્વના વિભાગો પણ સીધા મુખ્યમંત્રી પાસે હોય છે. હર્ષ સંઘવી રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હતા અને તેઓ મુખ્યમંત્રી સાથે ગૃહ વિભાગ સંભાળી રહ્યા હતા. હવે હર્ષ સંધવી નાયબ મુખ્યમંત્રી બનતા ગૃહ વિભાગની મહત્વની જવાબદારી હર્ષ સંઘવી પાસે જ સ્વતંત્ર હવાલા તરીકે યથાવત રહેવાની પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.
આમ પણ શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર વખતે સીડી પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે સીડી પટેલ પાસે ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો હતો અન મુખ્યમંત્રી પાસે ગૃહ મંત્રાલય ન હતું. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બનતા હવે એવું મનાય છે કે ગૃહ વિભાગ સ્વતંત્ર રીતે હર્ષ સંઘવી પાસે જ રહેશે. હવે જોઈએ શું થાય છે.
બીજી વિગતો એ છે કે જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે તો તેમને કૃષિ વિભાગ આપવામાં આવે તેવી શક્યતા છે અને અર્જુન મોઢવાડિયાને મહેસુલ વિભાગનો પોર્ટફોલિયો મળવાની શક્યતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કનુભાઈ દેસાઈ પાસે નાણા અને ઉર્જા મંત્રાલય યથાવત રહેવાની શક્યતા છે.