પાકિસ્તાન સાથે જય શાહ કેમ મૌન, શું હતો ઈતિહાસનો સૌથી મોટો સટ્ટાકાંડ

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
17 Min Read

પાકિસ્તાન સાથે જય શાહ કેમ મૌન, શું હતો ઈતિહાસનો સૌથી મોટો સટ્ટાકાંડ

દિલીપ પટેલ,અમદાવાદ
15 સપ્ટેમ્બર 2025માં એશિયા કપ ક્રિકેટ મેચ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાવા માટે ક્રિકેટ સત્તાવાળાઓ શા માટે જીદ કરે છે તેનું રહસ્ય ઘણાં જાણે છે. પાકિસ્તાન સાથે મેચ હોય છે ત્યારે સૌથી ઊંચો સટ્ટો સમાતો રહ્યો છે. અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં આવો જ એક સટ્ટો અગાઉ પકડાયો હતો.

ક્રિકેટન ન રમવા માટે ભારતના અનેક સ્થળે ઉગ્ર વિરોધ કરાયો હતો. બીસીસીઆઇ દ્વારા ભારતના દુશ્મન અને પહેલગામ આતંકી ઘટના બાદ ઓપરેશન સિંદુર બાદ આ રીતે ક્રિકેટ મેચ યોજી દેશની જનતાની લાગણીઓ સાથે રમત રમી રહ્યા હોવાનો આક્રોશ સમગ્ર દેશમાં છે. એનેક સ્થળે પાકિસ્તાનના ઝંડા ફૂંકી પાકિસ્તાન મુર્દાબાદ ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પણ ગુજરાતના જય અમિત શાહે ક્રિકેટ રમવાનો આગ્રહ છોડ્યો નથી.

ક્રિકેટમાં ભારતનું સૌથી મોટું સટ્ટાકાંડ ગુજરાતમાં પકડાયું છે છતાં અધ્યક્ષ જય એ. શાહ તે અંગે કંઈ કરવા તૈયાર નથી.

શું હતું ઇતિહાસનો સૌથી મોટો રૂ. 2300 કરોડનો ક્રિકેટમાં સટ્ટા કાંડ. વાંચી જૂઓ સંપૂર્ણ વાતો.

Gujarat.jpg

ગુજરાતનો સૌથી મોટો ક્રિકેટ સટ્ટાકાંડ

ગુજરાતના ઇતિહાસમાં ક્રિકેટ સટ્ટામાં સૌથી મોટા 2300 કરોડના વ્યવહારો અમદાવાદ પીસીબીએ 28 માર્ચ-2023માં કર્યો હતો. માધુપુરાના સુમેલ બિઝનેસ પાર્ક – કોમ્પલેક્સમાં પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. 128 નંબરની દુકાનમાં પણ આરોપી હર્ષિત જૈન પ્રવૃત્તિઓ કરતો હતો. ક્રિકેટ સટ્ટાકાંડ, ડબ્બા ટ્રેડિંગ, શેર બજારના સટ્ટા, સીએના હિસાબી ગોટાળા, બોગસ દસ્તાવેજો સહિત તમામ કાંડ એક જ ઓફિસમાં ચાલતા હતા.

તપાસમાં 37 આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. બુકી હર્ષિત સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ તેનો મુખ્ય સૂત્રધાર હતો. જે ચાર્ટર્ડ એકાઉન્ટ પેઢી ચલાવતો હતો. ભારતના સૌથી મોટા બુકી મહાદેવ બુકી એટલે તે સૌરભ ચંદ્રાકર સુધી પહોંચ્યા હતા. સૌરભ ચંદ્રકાર મહાદેવ બુકીઓના નામે દુબઇથી ભારતનું સૌથી મોટું સટ્ટા બેટિંગ નેટવર્ક ચલાવે છે. વિઝા ફરીથી ન મળતાં તેને યુએઈમાંથી ભારતના અમદાવાદમાં દેશ નિકાલ કરવામાં આવ્યો પછી તે પકડાયો હતો.

સટ્ટામાં શેરબજારના ટ્રેડીંગ પણ સામેલ છે. અત્યાર સુધીમાં ખોટા-બનાવટી દસ્તાવેજો અને ડમી પેઢી- વ્યક્તિના નામે જુદા-જુદા બેંક ખાતા ખોલાવ્યા હતા. તેમાં 2323.14 કરોડનાં નાણાકીય વ્યવહાર થયેલા છે. 481 બેંક ખાતાઓમાં 9.62 કરોડ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 1507 બેનીફીસીયરી ખાતા તથા ડેબિટ કાર્ડ લીંકડ 139 ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે.

એક બનાવ, અનેક ગુના

સામાન્ય સટ્ટાનો કેસ નથી. એમાં બનાવટી દસ્તાવેજ, નકલી કંપનીઓ, ખોટા પુરાવાથી સીમકાર્ડ મેળવી ઇલેક્ટ્રોનિક પ્લૅટફૉર્મનો ઉપયોગ અને ખોટા દસ્તાવેજોથી બેન્ક એકાઉન્ટ ખોલાવી કાળાં નાણાં સફેદ કરવાં, જીએસટીથી માંડી અનેક એજન્સીઓ સાથે આર્થિક ગુના અને છેતરપિંડી સહિત મલ્ટિપલ ક્રાઇમનો કેસ છે.

applicationn.jpg

મૅટા ટ્રેડર ઍપ્લિકેશન

વેલોસિટી સર્વરનો ઉપયોગ કરી ‘મોટા ટ્રેડર્સ’ નામની એપ્લિકેશનથી શૅરબજારમાં ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટા રમાડતો હતો. પાસપોર્ટની તપાસમાં તે દુબઈ હોવાનું બહાર આવ્યું હતું.

મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુકીઓ સટ્ટો રમાડતા હતા. વિવિધ લોકોને એજન્ટ બનાવી આઈડી ઊભા કરવામાં આવતા અને આ એજન્ટો દ્વારા સટ્ટો રમાડવામાં આવતો. આનો મુખ્ય માસ્ટર માઇન્ડ દીપક ઠક્કર હતો, જેની એક વર્ષ પહેલાં એએમસીએ દુબઈથી ધરપકડ કરી હતી.

સૂત્રધાર હર્ષિત પીસીબીના દરોડા બાદ તે દુબઈ ફરાર થઇ ગયો હતો. બાદમાં તપાસ દરમિયાન આ કેસના તાર ભારતના સૌથી મોટા બુકી મહાદેવ બુકી એટલે તે સૌરભ ચંદ્રાકર સુધી પહોંચ્યા હતા. સૌરભ ચંદ્રાકર મહાદેવ બુકીના નામે દુબઇથી ભારતનું સૌથી મોટું સટ્ટા બેટિંગ નેટવર્ક ચલાવે છે.

સટ્ટાકાંડમાં દીપક ઠક્કર અને હર્ષિત બાબુલાલ જૈન સહિત અત્યાર સુધીમાં કુલ 37 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. આ સટ્ટાકાંડનો ખુલાસો કરનાર પીસીબીના તત્કાલીન પોલીસ અધિકારી તરલ ભટ્ટ પણ તોડકાંડ કેસમાં સંડોવાયેલા છે.

માધવપુરા પોલીસ સ્ટેશનમાં જે બુકીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તે બુકીઓ વગદાર છે અને કરોડોનો આસામી છે. તેઓ વિદેશમાં વસે છે અને પોતાનો ધંધો કાયદેસર હોવાની વાતો સ્પષ્ટ જણાવી રહ્યા છે. આ કેસમાં જે બુકીઓના નામ ખુલ્યા હતા તે બુકીઓ અધિકારીઓ અને રાજકીય ઘરોબો ધરાવે છે. બુકીઓના રાજકીય દબાણથી તપાસ ઓછી થઈ હોવાનું મનાય છે.

ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને માહિતી મળી હતી કે, કેટલીક કંપનીઓની અંદર કરોડોના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યાં છે અને તે સામાન્ય વ્યક્તિના એકાઉન્ટમાંથી આવી રહેલા પૈસા છે. પરંતુ આ તમામ રૂપિયા સટ્ટા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.

પીસીબીએ રેડ કરી ત્યારે સાત મોબાઇલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, 14 પીઓએસ મશીન, 193 સીમકાર્ડ, સાત પાનકાર્ડ, 83 કંપનીના સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળીને 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દુબઇ રહેતા પાર્થ પાસેથી સુપર આઇડી મેળવવામાં આવ્યું હતું તેમાં હર્ષિતે માસ્ટર આઇડી બનાવી જુદા જુદા ગ્રાહકને આપ્યા હોવાના પુરાવા મળી આવ્યા હતા.

400 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે, 37 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 8 આરોપી સામે લુકઆઉટ સરકયુલર 3 સામે રેડ કોર્નર નોટિસ, 2 સામે પ્રોવિઝનલ એરેસ્ટ રિકવેસ્ટ તથા 2 સામે પ્રત્યાર્પણ દરખાસ્ત થઈ છે.

harsit.jpg

દુબઈથી ધરપકડ

ગુજરાત પોલીસે 2200 કરોડના માધુપુરા ક્રિકેટ સટ્ટકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈન અઢી વર્ષ પછી દુબઈથી ઝડપી લેવામાં આવ્યો હતો. દુબઈથી ડિપોર્ટ થયા બાદ અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં જ એસએમસી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

મહાવીર એન્ટરપ્રાઇઝના નામે ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ હર્ષિત જૈન દ્વારા ચલાવવામાં આવતું હતું. લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, ત્યાર બાદ દુબઈ પોલીસ હર્ષિતને લોકેટ કરી લીધો અને સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન સાધી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. એક વર્ષથી ફરાર હતો. હર્ષિતની ઓફિસમાંથી 2300 કરોડનો સટ્ટો ઝડપાયો હતો.

સૌરભ અને અમિત મજેઠીયાને પકડવા તૈયારી છે. વિદેશ ગયેલા બુકીઓને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરાવમાં આવી છે.
માધવપુરા સટ્ટાકાંડનો કેસ નોંધાતા હર્ષિત જૈન ગોવા ભાગી ગયો હતો. ત્યાંથી નેપાળ થઈને દુબઈ ભાગી ગયો હતો. ત્યાં અમિત મનસુખ મજીઠિયા, સૌરભ ઉર્ફે મહાદેવ, કાર્તિક ઉર્ફે સ્ટીવન, હિતેન્દ્ર ઉર્ફે જિતેન્દ્ર ઠક્કર, વિવક જૈન, સમીર મારફતે આર્થિક સહાય મળતા રોકાયો હતો.
દુબઈના વીઝા પૂરા થતા અને એસએમસીની લૂકઆઉટ નોટિસના પગલે તેના વીઝા લંબાવી ન આપતા છુપાઈનો રોકાતો હતો.
અગાઉ દીપક ઠક્કર ઉર્ફે દીપક ડીલક્ષને દુબઈથી પોલીસ લઈ આવી હતી. એકાદ વર્ષ બાદ હર્ષિત જૈનને ડિપોર્ટ કરાતા RCN થકી બે આરોપી હાથ આવ્યાં છે. સટ્ટાકાંડમાં હજુ પણ મોટા બુકી સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ, અમિત મજેઠીયા સહિત કાર્તિક ઉર્ફે સ્ટીવન, હિતેન્દ્ર ઉર્ફે જીતેન્દ્ર ઠક્કર, વિવક જૈન, સમીર પણ વાયા નેપાળ થઈને ભારત છોડીને ભાગી ગયા હતા.

સીબીઆઈને સફળતા

સીબીઆઈએ 9 ઓગસ્ટ, 2023 ના રોજ ઈન્ટરપોલ દ્વારા હર્ષિત બાબુલાલ જૈન વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી હતી. ઈન્ટરપોલ દ્વારા પ્રકાશિત રેડ કોર્નર નોટિસ વોન્ટેડ ભાગેડુઓ પર નજર રાખવા માટે વિશ્વભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવે છે. ભારતમાં ઇન્ટરપોલ માટે નેશનલ સેન્ટ્રલ બ્યુરો તરીકે, સીબીઆઈ ઇન્ટરપોલ ચેનલો દ્વારા સહાય માટે ભારતપોલ દ્વારા ભારતની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરે છે.
આરોપીને યુએઈમાંથી દેશ નિકાલ કરવામાં આવ્યો હતો. એટલે પકડાયો હતો.
અન્ય ગુનામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ટરપોલ ચેનલો દ્વારા સંકલન કરીને 100 વોન્ટેડ ગુનેગારોને ભારતમાં પાછા લાવવામાં આવ્યા છે.
harsit 1.jpg

સીએ

હર્ષિત બાબુલાલ જૈન ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. H B J & Associates નામથી ચાર્ટડ એકાઉન્ટન્ટ ફર્મ ચલાવતો હતો. કેટલાંક વર્ષોથી GST Scam અને ડમી કે ભાડાના બેંક એકાઉન્ટમાં કરોડોની હેરફેર કરતો હતો.
પોલીસ અધિકારી તરલ ભટ્ટને સસ્પેન્ડ કરાયા હતા.

બેંક મેનેજરનો ટેકો

બોગસ કંપનીઓ અને ભાડાના બેંક એકાઉન્ટ થકી જીએસટી કૌભાંડ હર્ષિત જૈન મહિને કરોડો રૂપિયાની ગોલમાલ અને હેરફેર કરતો હતો. RBL Bank ના મેનેજર નિકુંજ સુરેશભાઈ અગ્રવાલ સાથે મળીને કરોડોની હેરફેર માટે ભાડાના એકાઉન્ટ ખોલાવ્યા હતા. બેંક મેનેજર નિકુંજ અગ્રવાલને 25 લાખ રૂપિયા કમિશન પેટે આપી ચૂક્યા હતા. મેનેજર નિકુંજ અગ્રવાલની અગાઉ ધરપકડ કરી હતી.
ગુમાસ્તા ધારા લાયસન્સ મેળવી તેના આધારે જુદી જુદી કંપનીના નામે મોબાઈલ ફોન માટેના 193 સીમ કાર્ડ ખરીદ કર્યા હતા. શહેરની અલગ અલગ બેંકમાં ડમી વ્યક્તિઓ અને પેઢીઓના નામે કુલ 536 બેંક ખાતા ખોલાવ્યા હતા. બેંક મારફતે ચેકબુક, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ સહિતની કીટ પણ મેળવી લેતા હતા અને તેના મારફતે નાણાંકીય વ્યવહારો થયા હતા.
481 ખાતામાં 9 કરોડથી વધુ નાણાં ફ્રીઝ કર્યા છે અને 1000થી વધુ કંપનીના ખાતા પણ બંધ કર્યા છે.

સીમકાર્ડ

દરોડો પડ્યો ત્યારે 536 ચેકબુક અને 538 ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા. 14 પીઓએસ મશીન, 193 સીમકાર્ડ, સાત પાનકાર્ડ, 83 કંપનીના સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ મળી આવ્યા હતા.
ગેરકાયદેસર ધંધો ચલાવવા માટે ખોટા ભાડા કરાર બનાવવામાં આવ્યા, તેમજ ખોટા દસ્તાવેજોના આધારે સીમકાર્ડ ખરીદવામાં આવ્યા હતા. આ સીમકાર્ડનો ઉપયોગ વોટ્સએપ મારફતે ડબ્બા ટ્રેડિંગ અને ગેમ્બલિંગ માટે કરવામાં આવતો હતો. હર્ષિત જૈન પોતાના નેટવર્ક દ્વારા વિદેશમાંથી સમગ્ર રેકેટ ચલાવતો હતો.
25 માર્ચ, 2023ના દિવસે 18 કલાકથી વધુ સમય ચાલેલા દરોડામાં અનેક લોકોના નામે બનાવટી ભાડા કરાર કરી, ગુમાસ્તા ધારાનું લાઇસન્સ મેળવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

આ ભાડા કરારના આધારે કાગળ પર 83 પેઢી બનાવી હતી, જેના નામે 193 સીમકાર્ડ લીધાં હતાં અને માણસો રાખી અમદાવાદની સંખ્યાબંધ બેન્કમાં 536 ખાતાં ખોલ્યાં હતાં.

3.5 ટકા કમિશન

2021થી હર્ષિત જૈનના ત્યાં કામ કરતાં આરોપી જિતુ હીરાગરે જાહેર કર્યું હતું કે, 500થી વધુ બૅન્ક એકાઉન્ટ છે. સીમકાર્ડ સાથે એકાઉન્ટ લિંક કરી દેતા હતા.
શૅરબજારમાં ગેરકાયદે લે-વેચ કરીને ડબ્બા ટ્રેડિંગ અને ક્રિકેટ સટ્ટામાં આવેલા પૈસાને લૅપટૉપ મારફતે ટ્રાન્સફર કરતા હતા.
આ પૈસા મહાદેવ ઍપ, સીબીટીએફ સહિતની નવ સટ્ટા ઍપ ઉપયોગમાં લેતા હતા.
મહિને 35000ના ભાડાથી મહાદેવ ઍપમાં ખાતું ખોલાવ્યું હતું. હાદેવ બુકના માલિક સૌરભ ઉર્ફે મહાદેવ ચંદ્રાકર પાસેથી ફ્રેન્ચાઇઝી લીધી હતી.
સટ્ટામાં જે પૈસાનું ટ્રાન્જેક્શન થાય એમાં એક લાખે 3.5% કમિશન હર્ષિત જૈનને મળતું હતું. આ પૈસા દુબઈમાં મહાદેવ ઍપના સૌરભ ચાંદરકાર, અમિત મજેઠીયા સહિત સાત લોકોને ટ્રાન્સફર કરવામાં આવતા હતા. અઢી વર્ષમાં 2000 કરોડ રૂપિયા મોકલ્યા હતા. જેના લૅપટૉપમાં સટ્ટાના વ્યવહારના હિસાબ લખ્યા હતા. તે પકડાયા હતા.

harsit 12.jpg

બોગસ બિલ કૌભાંડ

2019થી અમદાવાદના નવરંગપુરા વિજય ચાર રસ્તા પાસેના ફોનિક્ષ કોમ્પલેક્ષમાં હર્ષિત જૈન નામની ચાર્ટડ એકાઉન્ટન્ટ કંપની ચલાવતો હતો. માર્ચ-2023માં જ H B J & Associates બંધ કરી દીધી હતી. હર્ષિત જૈને કાર્તિક ઇન્ફ્રાસ્પેસ એલએલપી કંપનીના – 257, લીમાઝોલ એક્ઝીમ પ્રા.લી.ના 51, ફીનીક્સ ઇવેન્ટ એન્ડ ટ્રાવેલ્સ પ્લાનારના 8, જેપી કોર્પોરેશનના 377, રીયલ ફેરો ઇન્ફા કોન એલએલપીના 90 બોગસ બિલો બનાવી કરોડો રૂપિયાની હેરફેર કરી જીએસટીનો ગેરલાભ મેળવી ચૂક્યો છે.

દીપક ઠક્કર માસ્ટર માઈન્ડ

દીપક ડિલક્સના નામે ઓળખાતા માસ્‍ટર માઇન્‍ડ દીપકની ધરપકડ દુબઈથી કરી હતી.
દીપક ઠક્કર પાસેથી હર્ષિત જૈને માસ્ટર આઇડી લીધી હતી. એટલે 2200 કરોડનો આંકડો સામે આવ્યો એ ફક્ત હર્ષિત જૈનને મળેલી માસ્ટર આઇડીથી થયેલા નાણાકીય લેવડ દેવડનો છે. જે આઈડી હર્ષિત જૈન પાસે છે એવી આઇડી અન્ય 500 લોકો પાસે પણ હતી.
દીપક ઠક્કરનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લામાં આવેલું ભાભર છે. અગાઉ તે ભાભરમાં અંબિકા નગર સોસાયટીમાં રહેતો હતો. ધોરણ 8 સુધી ભણેલો દીપક અગાઉ શેરબજારનું કામ કરતો હતો. ત્યાર બાદ તેણે અમદાવાદના વેજલપુરમાં પીએનટીસી નામના કોમ્પ્લેક્સમાં 11માં માળે બે ઓફિસ રાખી હતી, જ્યાં તેણે વી.વી.આઈ.પી. સોફ્ટવેર નામની ઓફિસ શરું કરી હતી. તે શેરબજારના ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદે પ્રવૃત્તિ માટે વેલેસિટી સર્વરમાં મેટા ટ્રેડર એપ્લિકેશનનો ઉપયોગ કરી, શેરબજારના ડબ્બા ટ્રેડીંગનું આઈ.ડી.લઈ, બિનઅધિકૃત રીતે શેરબજારના સોદાઓ કરતો અને કરાવતો હતો. આ રીતે તેણે પોતાનું આખું નેટવર્ક ઊભું કરી લીધું હતું.
ગુજરાતના અલગ-અલગ જિલ્લાના લોકો આ સટ્ટો રમતા હતા.

બનાસકાંઠા જિલ્લાના ભાભર ગામથી થોડે દૂર આવેલા નવા ભાભરમાં દીપક ઠક્કરનું ગામ છે. તેના પિતા ધીરજલાલ ઠક્કર ભાભરમાં સામાન્ય વેપારી હતા. 2010-11માં શેરબજારના ગેરકાયદે કારોબારમાં પૈસા કમાયો હતો. ગામમાં દીપક છૂટથી પૈસા વાપરતો હતો. સલૂન, હોટલમાં અલગ સુવિધા મળતી હતી.
મનગમતી વસ્તુ ખરીદવા તે ગમે તેટલા પૈસા ખર્ચીને મેળવતો હતો. તેથી તેનું નામ ડીલસ્ક પડ્યું હતું.
ભાભર, રાધનપુર, ડીસા અને પાટણ સુધી કારોબાર હતો.
સટ્ટાકાંડનો માસ્ટરમાઇન્ડ દીપક દુબઈથી અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પીએનટીસી કોમ્પ્લેક્સમાં વીવીઆઈપી સૉફ્ટવૅર કંપનીની આડમાં સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો.

આઈપી એડ્રેસ એના વૉટ્સઍપ વગેરે ઇલેક્ટ્રોનિક પ્લૅટફૉર્મ પરથી શોધીને યુએઈની પોલીસને આપ્યું હતું. ત્યારબાદ યુએઈ પોલીસે દીપક ઠક્કરને 13 માર્ચ, 2024એ પકડ્યો હતો.
યુએઈની કોર્ટમાં દીપક ઠક્કરે પ્રત્યાર્પણ કર્યું હતું. તે અંગે યુએઈના સત્તાવાળાઓએ સીબીઆઈને જાણ કરી હતી. પોલીસ 27 ઑગસ્ટમાં દુબઈ ગઈ અને પહેલી સપ્ટેમ્બરે દીપકને અહીં લાવ્યા હતા.

નવી રીત

ક્રિકેટ મેચ વખતે હાર, જીત, રન પર સટ્ટો રમાય છે. દરેક બાબતમાં જો સટ્ટો રમાડતા બુકીઓની પણ ગુજરાતમાં કમી નથી. અલગ સર્કિટમાં કામ કરે છે. કદાચ જીતુ થરાદની સર્કિટ હોય અથવા આર. આર.ની સર્કિટ દરેકની સર્કિટમાં જોડાયેલા પંટર અને સટોડિયાઓ સટ્ટો રમવામાં ચૂકતા નથી.
સટ્ટાનું રૂપ ટેક્નોલોજી દ્વારા ઝડપી અને ગુપ્ત રીતે થઈ રહ્યું છે. પહેલા બોલતી બોબડી લાઈનથી ક્રિકેટ રમાડતા હતા. હવે મોબાઈલ એપ્લિકેશન્સ મારફતે એકાઉન્ટ ખોલાવીને સટ્ટો રમાય છે. જેમાં સટોડિયાઓને ક્રેડિટ અથવા હાર-જીત બાદ એક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હોય છે. એડવાન્સ રૂપિયા પણ જમા થતા હોય છે. પરંતુ આ તમામ હિસાબ ભારતમાં નહીં પણ એક રીતે મની લોન્ડરિંગ કહી શકાય તેમ વિદેશમાં જાય છે. એ હવાલા હોય કે ઓનલાઇન ટ્રાન્સફર હાલ સટ્ટા બજારનું આખું નેટવર્ક અલગ રીતે ચાલે છે.

criccket.jpg

સરકારી વકીલ વર્ષા કિરણ રાવ છે.

37 આરોપીઓ
કુલ 37 આરોપી ઝડપાયા
1) જીતેન્દ્ર હીરાગર – રાજસ્થાન
2) સતીષ પરિહાર – રાજસ્થાન
3) અંકિત ગેહલોત – ડીસા
4) નિરવ પટેલ – લાડોલ
5) સુજેશ શાહ – આણંદ
6) નિલેષ રમીહાલ – અમદાવાદ
7) ચેતન સૌનાર – અમદાવાદ
8) પ્રવિણ પ્રજાપતિ – અમદાવાદ
9) રણવીર રાજપૂત – અમદાવાદ
10) જિગ્નેશ પટેલ – અમદાવાદ
11) અજય જૈન – અમદાવાદ
12) પરેશ ઠક્કર – અમદાવાદ
13) અમિત ખત્રી – અમદાવાદ
14) પ્રકાશ માળી – અમદાવાદ
15) જીગર ભાવસાર – અમદાવાદ
16) કમલેશ પટેલ – સુરેન્દ્રનગર
17) નિખિલ પટેલ – અમદાવાદ
18) ભરત પટેલ- સુરેન્દ્રનગર
19) દેવાંગ ઠક્કર – અમદાવાદ
20) ધવલ પટેલ – વિસનગર
21) તુષાર શાહ – અમદાવાદ
22) સંજય પટેલ – અમદાવાદ
23) કમલેશ પટેલ – રાજકોટ
24) નિકુંજ અગ્રવાલ- અમદાવાદ
25) હેતુલ પટેલ- અમદાવાદ
26) વિનોદ ગુર્જર- રાજસ્થાન
27) કૃણાલ પટેલ- અમદાવાદ
28) રિતીષ કોટક- અમદાવાદ
29) અતુલ ઠક્કર- અમદાવાદ
30) આશુતોષ ઠક્કર- કચ્છ
31) ભદ્રેશ દૌંગા- અમદાવાદ
32) મહિપાલ રાજપૂત- રાજસ્થાન
33) અનિત પ્રજાપતિ- પાલનપુર
34) મનુષ શાહ- અમદાવાદ
35) પાર્થ દોશી- સુરેન્દ્રનગર
36) દિપક- ડીલક્સ ઠક્કર- ભાભર
37) હર્ષિત જૈન- અમદાવાદ

સટ્ટાના આંકડાનો હિસાબ

સમગ્ર ઘટનાની આંકડાકીય માહિતી

  • 25 માર્ચ 2023માં દરોડો.
  • 7 મોબાઈલ ફોન,
  • 58,170 રોકડા રૂ.,
  • 3 લેપટોપ,
  • 536 નંગ બેંકની ચેકબુક,
  • 538 બેંકના ડેબિટ કાર્ડ,
  • 14 નંગ બેંકોના સ્વાઈપ મશીન,
  • 193 સીમકાર્ડ મોબાઈ ફોનના,
  • 7 પાનકાર્ડ,
  • 83 કંપનીઓના સિક્કા.
  • 13 પોલીસ અધિકારીઓ તપાસમાં,
  • 400 લોકોના નિવેદન લીધા.
  • 37 આરોપીની ધરપકડ કરી.
  • 2323 કરોડના વ્યવહારો પકડાયા.
  • 481 બેંક એકાઉન્ટ
  • 9.62 કરોડ રૂ. બેંકમાં ફ્રીજ કરાયા.
  • 1507 બેનિફિશિયર એકાઉન્ટસ ફ્રીઝ.
  • 139 બેંક એકાઉન્ટસ ફ્રીઝ.
  • 8 લુક આઉટ સર્ક્યુલર ઈશ્યૂ કરાયા.
  • 3 વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ,
  • 2 વિરુદ્ધ પ્રોવિઝનલ એરેસ્ટ રિક્વેસ્ટ
  • 2 વિરુદ્ધ પ્રત્યાર્પણની દરખાસ્ત.
Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.