IPL ચેમ્પિયન RCB ટીમ 17,762 કરોડમાં વેચાશે અદાર પૂનાવાલા ખરીદવાની રેસમાં આગળ
આઇપીએલ-202પમાં પહેલીવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) ટીમ ચેમ્પિયન બની હતી. વિરાટ કોહલીએ 18 વર્ષના લાંબા ઇંતઝાર પછી આઇપીએલ ટ્રોફી ચૂમી હતી. હવે આરસીબી ફ્રેંચાઇઝી વેંચાઇ રહ્યાના રિપોર્ટ છે. યૂનાઇટેડ સ્પિરિટસ લિમિટેડ (યૂએસએલ) જે ડિએગોની સહાયક કંપની છે. જે તેમની આઇપીએલ ટીમ આરસીબીને વેંચવાની તૈયારીમાં છે.
રિપોર્ટ અનુસાર સેરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલા આ ટીમને ખરીદવાની રેસમાં આગળ ચાલી રહ્યા છે. યુએસએલ દ્વારા આરસીબી ફ્રેંચાઇઝી માટે બે બિલિયન ડોલર એટલે કે લગભગ 17,762 કરોડ રૂપિયાની કિંમત રાખી હોવાના રિપોર્ટ છે.
જો ઉપરોકત કિંમતે આરસીબી ફ્રેંચાઇઝી વેંચાશે તો તે દુનિયાની સૌથી મોંઘી પૈકીની વેચાણ કિંમત બનશે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક સિટીને આ સોદા માટે સલાહકાર તરીકે નિયુક્ત કરાઇ છે. આઇપીએલ-202પમાં આરસીબી ચેમ્પિયન થયા પછી બેંગ્લુરુમાં ભાગદોડ ઘટના ઘટી હતી. જેમાં 11 લોકોના મૃત્યુ થયા હતા. આ પછીથી આરસીબી ટીમના વેંચાણની અફવા તેજ બની હતી. યુએસએલ એક મોટી કંપની છે અને તેનું હેડ કવાર્ટર લંડનમાં છે.
આરસીબી ફેંચાઈઝી ખરીદવા માટે અદાર પૂનાવાલા સાથે અદાણી સમૂહ પણ રેસમાં હોવાનું જાણવા મળે છે.