સમગ્ર વિશ્વમાં અફધાનિસ્તાન અફીણનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે,યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમના રીપોર્ટ મુજબ દુનિયામાં 85% અફીણ નું વાવેતર માત્ર અફઘાનિસ્તાનના ખેતરોમાં તૈયાર થાય છે.
આ અફીણમાંથી અનેક પ્રકારના નશાયુક્ત ચીજો બને છે,તેમાં સૌથી મોંઘુ હેરોઈનને માનવામાં આવે છે.
ઈન્ટરનેશનલ ડ્રગ્સ ટ્રેડના જાણકાર જણાવે છે કે દુનિયામાં હેરોઈન ખરીદનારા 80% લોકો અફઘાનિસ્તાન ઉપર નિર્ભર હોય છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ અહીં ડ્રગ્સનો ધંધો સત્તાવાર બની ગયો હોવાનું જણાય છે.
બીજી તરફ પાકિસ્તાન પણ હવે આ માર્ગે જઈ રહ્યું છે અને પાકિસ્તાની સેના અને ગુપ્ત એજન્સીઓ
ડ્રગ્સ વેચીને મળતા રુપિયાથી ગુપ્ત સૈન્ય ઓપરેશન્સનું ફંડિંગ એકત્ર કરે છે જે જૂની વાત છે અને આજે પણ પાકિસ્તાન આર્મી અને ISI ડ્રગ્સના કારોબારમાં સામેલ છે.
પાકિસ્તાનના રસ્તે થતો ડ્રગ્સનો વાર્ષિક કારોબાર 5 બિલિયન ડોલરનો હોવાનું કહેવાય છે.પાકિસ્તાનમાં ડ્રગ્સ લેનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અહીં ડ્રગ્સ સહેલાઇથી મળતું હોવાથી લોકો નશાખોર બની રહયા છે,હાલમાં પાકિસ્તાનમાં 2 કરોડ 70 લાખ લોકો ડ્રગ્સ લેતા હોવાનું સામે આવ્યું છે.
ન્યૂઝ એજન્સી ANIના એક રિપોર્ટ મુજબ, અફઘાનિસ્તાનનું 40% અફીણ પાકિસ્તાનમાં જ પહોંચે છે.
‘રીજનલ ડ્રગ્સ ઈકોનોમી એન્ડ ઈટ્સ ઈમ્લીકેશંસ ફોર પાકિસ્તાન’ રિસર્ચ પેપરમાં કહેવાયું છે કે દર વર્ષે અફઘાનિસ્તાનથી 150 ટન ડ્રગ્સ પાકિસ્તાન પહોંચે છે,તે પૈકીલગભગ 20 ટન ડ્રગ્સ પાકિસ્તાનમાં જ વપરાય જાય છે અને 10 ટન ડ્રગ્સ જુદી-જુદી જગ્યાઓ પર જપ્ત કરી લેવામાં આવે છે બાકીનું 120 ટન ડ્રગ્સ અન્ય દેશોમાં સપ્લાય કરવામાં આવે છે જેમાં ભારતમાં 80% ડ્રગ્સ માત્ર પાકિસ્તાન દ્વારા જ આવતું હોવાનું અનુમાન છે.