અફઘાનીસ્થાનની રાજધાની કાબુલમાં યુક્રેનના એક પ્લેનને હાઇજેક કરવાનો મામલો સામે આવ્યો છે.યુક્રેનના એક મંત્રીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.મળતી માહિતી મુજબ આ વિમાન પોતાના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે અફઘાનિસ્તાન પહોંચ્યું હતું.યુક્રેનના ડેપ્યુટી વિદેશ મંત્રીનો દાવો છે કે કેટલાક અજ્ઞાત લોકોએ યુક્રેન એરલાઇનના વિમાનને હાઇજેક કર્યું છે.જેને નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે કાબુલ મોકલવામાં આવ્યું હતું .રૂસની સમાચાર એજન્સી TASS દ્વારા પણ આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ આ પ્લેન છેલ્લી વાર હમિદ કરજઈ એરપોર્ટ પર ઉતર્યું હતું .અને ત્યાંથી એણે ઈરાન માટે ઉડાન ભરી હતી.
યુક્રેનનું વિમાન અપહરણ કરી ઈરાન લઈ જવામાં આવ્યું છે એવો દાવો યુક્રેનના નાયબ વિદેશ મંત્રી યેવજેની યેનીન દ્વારા કરવામાં આવ્યો છે