અમેરિકન વિદેશમંત્રી એ બીજા દિવસે પણ ભારત નું ખુલ્લું સમર્થન કરી ચાઈના ને જવાબદાર ઠેરવ્યું હતું, ચીને છેતરીને ભારતીય જવાનો ઉપર હુમલો કરવાની ઘટના બાદ ભારતે પણ વળતા હુમલા માટે તમામ મોરચા સાંભળી લીધા છે ત્યારે અમેરિકાએ ચીન ને ફરી નિશાન બનાવી ભારત તરફી નિવેદન આપ્યું છે , વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું છે, ચીન માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા અને યુરોપમાં પણ ખોટા ઈરાદાથી સાઈબર કેમ્પેઈનિંગ કરી રહી છે. તેમણે કહ્યું કે, ચીને ભારત દેશ સાથે સીમા પર તણાવ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને દક્ષિણ ચીન સાગરમાં પણ તેઓ ખોટી રીતે તેમનો વિસ્તાર વધારી રહ્યા છે.
પોમ્પિયોએ કહ્યું, ચીને કોરોના વાઈરસ મામલે પણ જૂઠું બોલી ને દુનિયાના બાકીના હિસ્સામાં પણ ફેલાવી દીધો છે અને તેને છુપાવવા માટે વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) ને પણ સાચી વાત બહાર નહિ લાવવા દબાણ કર્યું હતું. ચીન દ્વારા અમેરિકા અને યુરોપ વચ્ચે સાઈબર કેમ્પેઈન દ્વારા ખોટો પ્રચાર કરી રહ્યા છે, જેથી અહીંની સરકારોને નબળી બનાવી શકાય.
પોમ્પિયોએ શુક્રવારે કોપનહેગન ડેમોક્રેસી સમિટ 2020માં યુરોપ અને ચીનના પડકાર વિષય પર વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમી દેશોને વર્ષો સુધી આશા રહી કે તેઓ ચીનની કોમ્યુનિસ્ટ વિચારધારમાં પરિવર્તન લાવી શકે અને ત્યાંના લોકોના જીવનમાં સુધારો આવી શકે, પરંતુ ચીનની સરકાર હંમેશા અમારી નમ્રતનાનો ગેરફાયદો ઉઠાવતી રહી. અત્રે નોંધનીય છે કે પોમ્પિયોએ એક દિવસ પહેલાં જ ટ્વિટ કરીને ગલવાન ઘાટીમાં શહીદ થયેલા 20 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું હતું, અમે ચીન સાથે હમણાં જ થયેલા વિવાદમાં ભારતીય સૈનિકોની શહીદી પર સંવેદના વ્યક્ત કરીએ છીએ આમ બીજીવાર તેઓ એ ભારત ને સમર્થન કરીને ચીન વિરુદ્ધ નિવેદન કર્યું હતું.
Friday, May 17