અમેરિકન સંસ્થા ન્યુક્લિયર થ્રેટ ઇનિશિયેટિવનો દાવો છે કે પાકિસ્તાનમાં પરમાણુ હથિયારો ભારત કરતાં વધુ સુરક્ષિત છે.
વાર્ષિક રેન્કિંગ જાહેર કરતાં સંસ્થાએ કહ્યું કે, છેલ્લા એક દાયકામાં પહેલીવાર વિશ્વમાં પરમાણુ સુરક્ષાનું જોખમ વધ્યું છે. પરમાણુ સામગ્રી અને હથિયારોની ચોરી સામે સુરક્ષાના સંદર્ભમાં બહાર પાડવામાં આવેલી યાદીમાં ઓસ્ટ્રેલિયાને ટોચ પર રાખવામાં આવ્યું છે.
આ યાદીમાં અમેરિકા 11મા, ચીન 12મા, પાકિસ્તાન 19મા અને ભારત 20મા ક્રમે છે.
યાદીના અંતે ઉત્તર કોરિયાને 22મું સ્થાન આપવામાં આવ્યું છે.
સ્વીડિશ થિંક ટેન્કના રિપોર્ટ અનુસાર, દુનિયામાં હજુ પણ 12,512 પરમાણુ હથિયારો છે. તેમાંથી 9,576 હુમલો કરવા માટે તૈયાર છે. ચીને સૌથી ઝડપથી હથિયારોનો સ્ટોક વધાર્યો છે. આ સિવાય દુનિયાના 90% પરમાણુ હથિયારો રશિયા, અમેરિકા પાસે છે. રશિયા પાસે 4,489 પરમાણુ હથિયાર છે.