અમેરિકાએ ચીની બલૂનનો ઉપયોગ ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરી અમેરિકાએ પોતાના વિદેશ મંત્રીની ચીન યાત્રા પણ રદ્દ કરી દીધા બાદ ચીનની છ કંપનીને પણ બ્લેક લિસ્ટ કરી દીધી છે.
ચીનના જાસૂસી બલૂન તોડ્યા બાદ અમેરિકાએ આ પગલું ભર્યું છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે આ જાણકારી આપી છે.
અમેરિકા દ્વારા જે કંપનીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે તેમના સંબંધ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે હોવાનું કહેવાય છે.
અમેરિકાનું કહેવું છે કે ચીની સેના હાઈ એલ્ટિટ્યુડ બલૂન્સનો ઉપયોગ કરીને ગુપ્તચર પ્રવૃત્તિઓ કરી રહી છે.
બ્લેકલિસ્ટેડ કંપનીઓમાં બેઇજિંગ નાનજિયાંગ એરોસ્પેસ ટેક્નોલોજી કંપની, ચાઇના ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી ગ્રુપ કોર્પોરેશન 48મી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ડોંગગુઆન લિંગકોન રિમોટ સેન્સિંગ ટેક્નોલોજી કંપની, ઇગલ્સ મેન એવિએશન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગ્રૂપ કંપની, ગુઆંગઝુ તિયાન હૈ જિયાંગ એવિએશન ટેક્નોલોજી કંપની અને શાંગઝી ઇગલ્સનો સમાવેશ થાય છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે આ મામલો અમેરિકાની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે અને અમેરિકા તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે તેની સામે કડક કાર્યવાહી કરશે.
અમેરિકાએ દાવો કર્યો છે કે અમેરિકા દ્વારા નિશાન બનાવવામાં આવેલા બલૂનનો સીધો સંબંધ ચીની સેના સાથે છે. આ સાથે અમેરિકાએ એમ પણ કહ્યું છે કે આ ફુગ્ગાનો ઉપયોગ જાસૂસી માટે થતો હતો અને ચીને પણ ઘણા દેશોમાં આવી જ જાસૂસી કરી છે.
જોકે,ચીન સાથેના સંબંધોમાં કોઈ બદલાવ નહિ આવે.