અમેરિકામાં દારૂના સેવનથી લોકોના મોત થઈ રહયા છે પાછલા રિપોર્ટ મુજબ વર્ષ 2020માં દારૂના સેવનથી થનારાં મોતમાં 25 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
2019માં દારૂને કારણે 78,927 લોકોનાં મોત થયાં હતાં. 2020માં તે આંક 99,017 સુધી પહોંચી ગયો હતો. મોટા ભાગનાં મોત દારૂના વધુ સેવનથી થયાં છે.
લોકો હવે નવી નીતિ લાવવા તેમજ દારૂ પર ટેક્સ વધારવાની માંગ કરી રહ્યા છે.
લોકો ભલે દારૂ પીને મરતા હોય પણ અમેરિકન વહીવટીતંત્રને એક ફાયદો એ થયો છે કે 2021માં ટ્રેજરી વિભાગે વર્ષ 2020ની તુલનામાં 8% વધુ નફો મેળવ્યો હતો.
વર્ષ 2021માં ઓરેગન રાજ્યમાં દારૂના સેવનથી 2153 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે એવાં રાજ્યોમાં સામેલ છે જ્યાં દારૂ પર લાગતો ટેક્સ 3 ટકાથી પણ ઓછો છે.
મોતમાં વધારાનું એક કારણ એ પણ હતું કે રાજ્ય દ્વારા કોકટેલ ઘર પર મંગાવવાનો તેમજ હોટલથી બહાર લઇ જવા પર લગાડેલો પ્રતિબંધ પણ હટાવી દીધો હતો. તેનાથી વપરાશ વધી ગયો હતો અને લોકો વધુ દારૂ પીવા લાગ્યા અને મરવા લાગ્યા.
ટેક્સ વધારવાથી દારૂના સેવનમાં ઘટાડો થાય છે
આલ્કોહોલ એન્ડ ડ્રગ પોલિસી કમિશનના ડાયરેક્ટર રેજિનાલ્ડ રિચર્ડસનનું માનવું છે કે દારૂથી વધતાં મોતને નજરઅંદાજ ન કરી શકાય. કેનેડાના ઇન્સ્ટિટ્યૂટ ઑફ સબ્સટંસ યુઝ રિસર્ચના ડાયરેક્ટર ડૉ. ટિમ નેમીએ કહ્યું કે આપણે દારૂના સેવનથી થતાં મૃત્યુને ઓછાં કરવા માટે યોગ્ય નીતિની જરૂર છે. એલેકઝાન્ડર વેગેનર અને તેમની ટીમે એક રિસર્ચમાં જાણ્યું છે કે દારૂ પર વધુ ટેક્સ લગાવવાથી લોકો દારૂનું ઓછું સેવન કરે છે.
આમ,વધુ પડતી દારૂની છૂટથી ભલે દારૂના શોખીનો ખુશ થાય પણ તેઓનું મોત પણ થઈ જાય છે.