અમેરિકા ના 244 માં સ્વતંત્રતા દિન પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે પીએમ મોદીને જવાબ આપતા કહ્યું હતું કે, થેંક્યૂ મારા દોસ્ત અમેરિકા પણ ભારતને પ્રેમ કરે છે.
પીએમ મોદીએ અમેરિકાને સ્વતંત્રતા દિન પ્રસંગે લખ્યું હતું કે, હું અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના લોકોને અમેરિકાના 244માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું. દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકે અમે આઝાદી અને લોકશાહી ને મહત્વ આપીએ છીએ અને તે મૂલ્યોને લઈને તેની ઉજવણી કરીએ છીએ.
આ તકે અભિનંદન માટે ડોનાલ્ટ ટ્રમ્પે આભાર વ્યક્ત કર્યો હતો.
Sunday, May 19