ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થતા કોરોના વાયરસ કન્ટ્રોલમાં આવ્યો છે જ્યારે બ્રિટન સહિત ઘણા દેશોમાં હજીપણ લોકડાઉન છે. ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર છે. એક એવો દેશ છે જ્યાં લોકડાઉન હટાવી દેવાયું છે. અને લોકો આ વાતનો જશ્ન મનાવવા માટે પબ્સ, રેસ્ટોરાં, બાર અને દુકાનોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. અહીં લોકોને પાર્ટી કરતા જોવામાં આવી રહ્યા છે. આ દેશનું નામ છે, આઈલ ઓફ મૈન (Isle of Man) જ્યાં સોશ્યલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોને પણ ખતમ કરી દેવામાં આવ્યા છે. અને લોકો સામાન્ય જીંદગી જીવતા થયા છે.
(Isle of Man) આઈલ ઓફ મૈન માં 31 જાન્યુઆરી મધ્યરાત્રિ બાદથી લોકડાઉન હટાવી દેવાયું છે. જેવી ઘડિયારના કાંટા 12 વાગ્યાને એક મિનિટ પર પહોંચ્યા, તેવા જ લોકો રસ્તા પર ઉતરીને તેનો આનંદ મનાવવા લાગ્યા. લોકોએ જશ્નની તૈયારીનો ખ્યાલ રાખીને બાર અને પબ્સને સંપૂર્ણ રીતે તૈયાર કર્યા હતા. રાતથી જ લોકો જશ્ન મનાવવાનો ચાલુ કરી દીધો છે. આ દ્વિપ પર 85 હજાર લોકો રહે છે. સરકારે આ નિર્ણય બાદ અહીં રહેનારા લોકોને સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોનાના બાકીના પ્રતિબંધો પણ નહીં માનવા પડે. અહીં સુધી કે સરકારે માસ્ક પર લાગેલો પ્રતિબંધ પણ હટાવી દીધો છે. હવે દ્વિપ પર સ્થિત તમામ સ્કૂલો અને દુકાનો સંપૂર્ણ રીતે ખુલી ગઈ છે. અને લોકોને પોતાનો સમય ઘરમાં કેદ રહીને નહીં વિતાવવો પડે.
31 જાન્યુઆરીના ઓઈલ ઓફ મેન પર કોરોનાના ફક્ત 15 કેસ હતા. આ પછી સરકારે લોકડાઉન અને અન્ય કોરોના પ્રતિબંધ હટાવવા માટે આ બહાદુરી ભર્યો નિર્ણય લીધો. સરકારના આ નિર્ણય પછી સ્થાનિક લોકોએ કહ્યું કે અમે આભાર અને ઉત્સાહ અનુભવી રહ્યા છે. જો કે લોકોને આ જરૂર અનુભવાઈ રહ્યું છે કે તેઓ લોકડાઉનના રહેતા દુનિયાના બાકીના હિસ્સાથી અલગ થઈ ગયા હતા. દ્વિપના એક રહેવાસીએ કહ્યું કે અહીં કોઈ કોરોના નથી. એટલા માટે લોકો ઉત્સાહિત છે. જો કે એક સારી વાત છે પરંતુ એની સાથે અન્ય મુશ્કેલીઓ પણ છે. જવી કે હવે અમારી સીમાઓ પર સખ્તાઈ કરી દેવામાં આવી છે.