બ્રિટનના લીસેસ્ટરમાં પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે કોમી રમખાણ ફાટી નીકળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ, અગાઉ 28મી એ હિન્દૂ મુસ્લિમ જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ અહીં રવિવારે ફરી બીજી વખત હિન્દૂ અને મુસ્લિમના બે જૂથ ભીડ એકઠી થઈ ગઈ અને તેઓ સામસામે આવી જતા ભારે હંગામો થયો હતો.
પોલીસે ટોળાઓને રોકવાનો પ્રયાસ કર્યો, તો તેમના પર કાચની બોટલો પણ ફેંકવામાં આવી હતી આ ટોળાઓ એ સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
મુસ્લિમ અને હિન્દુઓ વચ્ચે તણાવની શરૂઆત એશિયા કપમાં પાકિસ્તાનની હાર પછીથી શરૂ થઈ હતી.
ગત.તા.28 ઓગસ્ટે એશિયા કપમાં ભારતની ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. જે પછી 6 સપ્ટેમ્બર લીસેસ્ટરમાં રોષે ભરાયેલા પાકિસ્તાની મુસ્લમાનોએ હિન્દુઓ પર હુમલો કરી દીધો હતો.
28 ઓગસ્ટથી શરૂ થયેલા કોમી હુલ્લડના આ મામલામાં લીસેસ્ટર શહેરમાં અત્યારસુધીમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સ્થિતિ પર કાબૂ મેળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યા છે. આ પોલીસ કર્મીઓ લોકોને રોકીને તપાસ કરવાના અધિકાર આપવામાં આવ્યા છે. નિક્સને લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. આવનારા અનેક દિવસો સુધી વિસ્તારમાં પોલીસને તહેનાત રાખવામાં આવશે.
રવિવારે થયેલી અથડામણમાં બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે.