દુનિયાના ઘણા પાડોશી દેશો વચ્ચે કોઈકને કોઈંક કારણો સર સબંધો બગાડતા જાય છે તેમાં હવે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા પણ સામેલ થયી ગયા છે. છેલ્લા ઘણા સમય થી ભારત અને ચીન વચ્ચે બોર્ડર માલમે પરિસ્થિતિ તંગ છે તેમાં હવે ચીન નું મિત્ર દેશ ઉત્તર કોરિયા પણ નવા ધાંધિયા કરે છે.
છેલ્લા ઘણા સમયથી દુનિયાથી છુપાઇને રહેલા ઉત્તર કોરિયાના તાનાશાહે દુનિયા સામે આવ્યાં પછી મોટો નિર્ણય લીધો છે.
તાનાશાહ કિમજોંગ અને તેની બહેનની હાજરીમાં દક્ષિણ કોરિયા સાથે કોમ્યુનિકેશન લાઇન બંધ કરી દેવામાં આવી છે, 2018માં બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતીને કારણે આ લાઇન શરૂ કરાઇ હતી, જેમાં બંને દેશોના વડાઓ તાત્કાલિક કોઇ પણ સ્થિતી પર વાત કરી શકતા હતા અને તેનો નિવેડો પણ આવતો હતો, પરંતુ હવે આ લાઇન બંધ કરી દેવામાં આવી છે.
ઉત્તર કોરિયા દ્વારા હાલમાં જ દક્ષિણ કોરિયા સાથે વાતચીતનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેનો યોગ્ય જવાબ ન મળતા આખરે આ નિર્ણય કરાયો છે.
હવે બંને દેશો વચ્ચે ફરીથી સંબંધો વધુ બગડે તેવી સ્થિતી ઉભી થઇ છે. ઉત્તર કોરિયાએ એમ પણ કહ્યું છે કે અમે હવે દક્ષિણ કોરિયાને અમારા દુશ્મન માનીશું અને તેમની સાથે દુશ્મનો જેવો જ વર્તાવ કરાશે, આ નિવેદન એટલા માટે મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી બંને દેશો વચ્ચેના વિવાદો થોડા શાંત થયા હતા અને હવે ઉત્તર કોરિયાએ એક રીતે ધમકી જ આપી દીધી છે.
નોંધનિય છે કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમજોંગે અગાઉ અમેરિકાને પણ અનેક વખત હુમલાની ધમકી આપી હતી, થોડા દિવસો પહેલા તેના મોતના અહેવાલ પણ હતા, પરંતુ તે માત્ર અફવા હતી. હવે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ગમે ત્યારે યુદ્ધની સ્થિતી પણ પેદા થઇ શકે છે.