ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કને હવે ટ્વિટરને $4 બિલિયનમાં ખરીદવાના કરારને તોડવા બદલ ટ્વિટરે મસ્ક સામે કેસ દાખલ કરવા માટે ન્યૂયોર્કની ટોચની કાયદાકીય પેઢીને કામ સોંપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં, મસ્કે શેર દીઠ $54.20ના ભાવે લગભગ $44 બિલિયનમાં ટ્વિટર ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ મસ્કે ટ્વિટરના દાવાની સત્યતાની પુષ્ટિ કરવા માટે રેકોર્ડ્સ માંગ્યા કે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પાંચ ટકાથી ઓછા નકલી અને સ્પામ એકાઉન્ટ્સ છે. તેની પુષ્ટિ ન થાય ત્યાં સુધી તેણે મે મહિનામાં સોદો હોલ્ડ પર રાખ્યો હતો. જૂનમાં, મસ્કે ફરીથી ટ્વિટર પર ડીલનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે, તેમણે વિનંતી કરેલ ડેટા આપવામાં નહીં આવે તો ખરીદ કરાર સમાપ્ત કરવાની ચેતવણી આપી હતી.
માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે મસ્ક વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કરવા માટે ન્યૂયોર્કની અગ્રણી કાયદાકીય કંપનીઓ વોચટેલ, લિપ્ટન, રોઝન અને કેટ્ઝની પસંદગી કરી છે.
ટ્વિટર આવતા અઠવાડિયે ડેલાવેરમાં મસ્ક પર દાવો કરશે.
બીજી તરફ મસ્કે પણ પોતાના બચાવની તૈયારી શરૂ કરી દીધી છે. તેણે લો ફર્મ ક્વિન ઈમેન્યુઅલ ઉર્કહાર્ટ એન્ડ સુલિવાન પસંદ કરી હોવાના અહેવાલ છે.