શનિવારે સવારે થયેલા અકસ્માતના સાક્ષીઓ અને અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો ટેન્કરમાંથી લીક થઈ રહેલું તેલ લેવા પહોંચ્યા હતા.
પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્ર સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ અને આગ લાગવાથી ઓછામાં ઓછા 91 લોકો માર્યા ગયા છે. આ લોકો ટેન્કરમાંથી નીકળતું ઓઈલ ભરવા માટે એકઠા થયા હતા, ત્યારે ઓઈલમાં આગ લાગી અને પછી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો. જેના કારણે ત્યાં હાજર લોકો તેની પકડમાં આવી ગયા.
શનિવારે સવારે થયેલા અકસ્માતના સાક્ષીઓ અને અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો ટેન્કરમાંથી લીક થઈ રહેલું તેલ લેવા પહોંચ્યા હતા. ઉપનગરીય વેલિંગ્ટનમાં એક બસ ટેન્કર સાથે અથડાઈ હતી. તે ફ્રીટાઉનની પૂર્વમાં સ્થિત છે. એએફપી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર સરકારે હજુ સુધી મૃત્યુઆંકની પુષ્ટિ કરી નથી, પરંતુ ફ્રીટાઉનમાં કેન્દ્રીય શબઘરના મેનેજરના જણાવ્યા અનુસાર, તેમને વિસ્ફોટ પછી 91 મૃતદેહો મળ્યા હતા.
આ ઘટના ત્યારે બની જ્યારે લગભગ 40 ફૂટ ઊંચું ઓઇલ ટેન્કર બસ સાથે અથડાયું હતું. આ પછી, ટેન્કરમાંથી તેલ લીક થવાનું શરૂ થયું અને થોડી જ વારમાં આગની સાથે જોરદાર વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો.
પોર્ટ સિટીના મેયર વોન અકી સોયરે જણાવ્યું હતું કે પીડિતોમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ ક્ષતિગ્રસ્ત ટેન્કરમાંથી ઓઇલ લીક કરવા માટે ભેગા થયા હતા. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના વડા બ્રિમા બુરેહ સેસે જણાવ્યું કે અમને ઘણા બળેલા મૃતદેહો મળ્યા છે. આ એક ખૂબ જ ભયાનક અકસ્માત છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. આસપાસના મકાનો અને દુકાનોમાં પણ આગ લાગી હતી.
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં હાજરી આપતા સિએરા લિયોનના પ્રમુખ જુલિયસ માડા બાયોએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.મૃત્યુ પામેલા લોકોને આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના છે.