કાબુલ માં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ માં ફેલાયેલી અંધાધૂંધી વચ્ચે ફરીથી વિમાની સેવા પુનઃ કાર્યરત કરવામાં આવી છે.અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકી હુમલો થયા ને 16 કલાક વીત્યા બાદ ફરી વિમાની સેવા શરૂ થઈ ગઈ છે અને લોકોને ત્યાંથી એરલિફ્ટ કરવાનું અભિયાન તેજ બનાવાઇ રહ્યુ છે. ગુરુવારે સાંજે કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલા માં 90 અફઘાની અને 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. જ્યારે 1,338 લોકો ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, માર્યા ગયેલા 90 અફઘાનીઓમાંથી 28 તાલિબાન હતા, જે કાબુલ એરપોર્ટની બહાર હતા. આતંકવાદી સંગઠન ISISના ખુરાસાન ગ્રુપે હુમલા ની જવાબદારી સ્વીકારી છે.
આમ આ બધા વચ્ચે ફરી ફ્લાઇટ સેવા ચાલુ કરી લોકો ને ત્યાંથી બચાવવાનું અભિયાન શરૂ થયું છે.
Thursday, May 2