નવી દિલ્હી : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સામેના યુદ્ધમાં ભારતની મદદ કરવા આગળ આવ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે, અમેરિકા કોવિડ -19 દર્દીઓની સારવાર માટે ભારતને મોટી સંખ્યામાં વેન્ટિલેટર આપશે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટે ટ્રમ્પનો આભાર માન્યો છે.
વડાપ્રધાન મોદીએ 16 મે, શનિવારે ટ્વીટ કરીને રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું છે કે, સાથે મળીને આપણે કોવિડ 19 ની મહામારી સામે લડી રહ્યા છીએ. વિશ્વને સ્વસ્થ બનાવવા આપણે બધા રાષ્ટ્રોએ સાથે મળીને કામ કરવું જોઇએ. આપણે બધા આ માટે પ્રયાસ કરી રહ્યા છીએ.
https://twitter.com/narendramodi/status/1261581118458888192
ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, ભારત અને અમેરિકા કોવિડ -19 રસી વિકસાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. કોવિડ -19 રસી આ વર્ષના અંત સુધીમાં વિકસિત થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, હું થોડા સમય પહેલા જ ભારતથી પાછો ફર્યો છું અને અમે તેની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ સારા મિત્ર ગણાવ્યા હતા.