વોશિંગ્ટન : કોરોના વાયરસનો ગઢ બની ગયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ રોગચાળાને નાથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગ પર ચાલતા નજરે પડે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જેમણે કોરોના સંકટને યોગ્ય રીતે ન સંભાળવા માટે વિપક્ષીય ડેમોક્રેટિક પાર્ટીની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, રોગચાળા સાથે કામ કરતી વખતે તેઓ જીવ અને જહાં બંનેનું ધ્યાન રાખશે.
ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું, “ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખૂબ જ ટૂંક સમયમાં અમેરિકન અર્થવ્યવસ્થાને ખોલવાની કોશિશ કરી રહ્યા છે.” પરંતુ જો હું થોડો વધારે સમય લઉં, તો તેઓ (ડેમોક્રેટ્સ) જોરથી બૂમ પાડી શકશે કે હું ધીમી ગતિએ આગળ વધી રહ્યો છું. આ તેમના માટે રાજકીય ચર્ચાનો મુદ્દો છે. મારા માટે, તે જીવન અને આપણા દેશના ભવિષ્યની બાબત છે.
ભારત સહિત 10 દેશોથી વધુ તપાસ: ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેમના દેશએ ભારત સહિત 10 અન્ય દેશો કરતા કોવિડ -19ની વધુ તપાસ હાથ ધરી છે. ટ્રમ્પે રવિવારે (19 એપ્રિલ) કહ્યું કે, યુ.એસ. કોરોના વાયરસ રોગ સામેના તેના યુદ્ધમાં સ્થિર પ્રગતિ કરી રહ્યું છે અને દેશએ અત્યાર સુધીમાં 41.8 લાખ લોકોનું પરીક્ષણ કર્યું છે. તેમણે કહ્યું કે “વિશ્વના અન્ય દેશની તુલનામાં આ રેકોર્ડ છે”. ટ્રમ્પે વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમે ફ્રાંસ, બ્રિટન, દક્ષિણ કોરિયા, જાપાન, સિંગાપોર, ભારત, ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા, સ્વીડન અને કેનેડા કરતાં વધુ કોરોનાની તપાસ કરી છે.