લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ખૂની સંઘર્ષમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.. જ્યારે કે ચીનના 40 જેટલા જવાનો મોતને ભેટ્યા હતા.
ચીનના સોશિયલ મીડિયામાં આ સૈનિકોની કબરોની તસવીરો વાઇરલ થઇ
ત્યારે ચીનના સોશિયલ મીડિયામાં આ સૈનિકોની કબરોની તસવીરો વાઇરલ થઇ છે. ચીને હજુ સુધી પોતાના કેટલાક સૈનિકો મોતને ભેટ્યા છે તે આંકડો જાહેર કર્યો નથી.. તેવામાં રક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોશિયલ મીડિયામાં સૈનિકની કબરોની તસવીર વાઇરલ થતા ચીની સેનામાં ઝડપથી અસંતોષ વધી રહ્યો છે.
ચીનની સેનામાં વધી રહેલા અસંતોષના કારણે જ કબરની તસવીર લીક થઇ
જેના કારણે જ ચીની સૈનિકોની કબરની આ તસવીર દુનિયાની સામે આવી છે.. ભારતીય રક્ષા સૂત્રોએ જણાવ્યું કે તેમની પાસે પહેલાથી તે વાતના પુરાવા છે કે ગલવાન ખીણમાં ચીની સૈનિકોના મોત થયા હતા.. પરંતુ ભારતીય સેના ક્યારેય પણ અન્ય દેશોના સૈનિકોની સંખ્યા અંગે ટીપ્પણી કરતી નથી. ચીનની સેનામાં વધી રહેલા અસંતોષના કારણે જ કબરની તસવીર લીક થઇ રહી છે.