શાંઘાઇઃ ડ્રેગન એટલે કે ચીન પોતાના દિગ્ગજ ઉદ્યોગપતિ સાથે દુશ્મનો જેવો વ્યવહાર કરી રહ્યો છે. ચીનની સરકારે દિગ્ગજ ટેકનોલોજી ઉદ્યોગપતિઓની એક યાદી બહાર પાડી છે જો કે આ યાદીમાં વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ પૈકીની એક અલીબીબાના સ્થાપક જેક-માનું નામ ક્યાંય નથી. બીજા શબ્દોમાં કહીયે તો ચીનની સરકાર હવે જેક-માને પોતાના દિગ્ગજ ટેકનોલોજી ઉદ્યોગપતિ માનતી નથી.
અલીબાબના માલિક જેક-માને પોતાના દેશની જ ચીનની સરકાર વિરુદ્ધ બોલવુ ભારે પડી રહ્યુ છે. ચીનની સરકારે દિગ્ગજ ટેકનોલોજી ઉદ્યોગપતિઓ એટલે કે ટેકનોલોજી આઇકોનની યાદીમાંથી જેક-માનું નામ જ ગાયબ કરી દીધુ છે. ચીન હવે જેક-માને પોતાના દેશના દિગ્ગજ ટેકનોલોજી ઉદ્યોગપતિ માનતી નથી. આજે ચીનના સરકારી મીડિયાએ પોતાના દિગ્ગજ ટેકનોલોજી નિષ્ણાંતોની એક યાદી જારી કરી હતી જેમા જેક-માનું નામ ક્યાંય નથી. આ ઘટના બાદ હવે એવું માનવામાં આવી રહ્યુ છે. ચીનની સરકાર જેક-માથી ઘણી નારાજ છે.
સમગ્ર ઘટનાની વાત કરીયે તો જેક-માએ પાછલા વર્ષે ચીનની નાણાંકીય નિયમિતતાઓ સામે સવાલો ઉઠાવ્યા હતા અને સરકારને બેન્કિંગ રેગ્યુલેશન સિસ્ટમમાં સુધારાઓ કરવાની માંગ કરી હતી, પરંતુ શી જિનપિંગની સરકારને આ નિંદા ગમી નહી. આ ઘટના બાદ ઓક્ટોબર 2020થી જેક-મા ગાયબ થઇ ગઇ હતા, જેને લઇને ચીનની સરકાર સામે ઘણા આક્ષેપો થઇ રહ્યા છે.
અલબત્ત, આ દરમિયાન જાન્યુઆરીમાં જેક-મા એકાએક સામે આવ્યા છે પરંતુ તેઓ વીડિયો મારફતે નજરે પડ્યા હતા. ચીની સરકારની નિંદા કર્યા બાદ ત્યાંના સત્તાવારાએ જેક-માની કંપની એલીબાબા ગ્રૂપ અને એન્ટ ગ્રૂપની વિરુદ્ધ ઘણા કેસોમાં તપાસ શરૂ કરી દીધી હતી.
આ યાદીમાં BYD કંપનીના પ્રમુખ વાંગ ચુઆનફૂ, શાયોમી કોર્પના સહ-સ્થાપક લેઇ જૂન અને હુવેઇ ટેકનોલોજી કંપનીના રેન ઝેગફેઇ સહિત અન્ય ઘણા દિગ્ગજ ટેકનોલોજી એક્સપોર્ટના નામ શામેલ હતા.