વૉશિંગ્ટન તા.31 : થોડા સમય પેહલા અમેરિકા ના નવા રાષ્ટ્રપતિ તેમના નિવેદન અને નિર્ણય ના કારણે ચૂંટણી પ્રચાર થી જ વિવાદો માં રહેલા છે જયારે તેમણે સાત મુસ્લિમ દેશો પર ના વિઝા પ્રતિબંધ ના નિર્ણય પછી સમગ્ર અમેરિકા અને દુનિયા ના દરેક ભાગો માંથી આકરી નિંદા નો સામનો કરવો પડ્યો હતો.અને ટ્રમ્પ એ થોડા સમય પછી ફરવી તોડ્યું હતું અને જણાવ્યું હતું કે આ નિર્ણય માત્ર મુસ્લિમ માટે પૂરતો નથી અને પોતાનો લૂલો બચાવ કર્યો હતો.પરંતુ તેના બાદ પણ સમગ્ર દેશ માં વિવાદો નો કોઈ અંત આવ્યો નહોતો.
ટ્રમ્પ ના ઇમિગ્રેશન બેન ના નિર્ણય પર અમેરિકા ની એક જજ દ્વારા બેન પર હાલ પૂરતો સ્ટે લાવી દીધો હતો.અને તેના પછી ડોનલ ટ્રમ્પએ તે જજ પર લાલ આંખ કરી ને તેમને પોતાના હોદ્દા પર થી તત્કાલીન રૂપે હાંકી કાઢીયા હતા.અને તેમની જગ્યા પર નવા જજ નું નામ પણ ઘોષિત કરી દીધું હતું.
વ્હાઈટ હોઉસ ની પ્રેસ દ્વારા જાણવામાં આવ્યું હતું કે ” જજ સેલી યેટ્સ દ્વારા બેન પર ના સ્ટે ઓર્ડર થી તેમને અમેરિકા ના નાગરિક ની પ્રાથમિક સલામતી ને જોખમ માં નાખી દીધી છે અને તેમને રાષ્ટ્રપતિ ના નિર્ણય ની અવગણ ના કરી છે અને તે ઘણી ગંભીર વાત છે “
મળતી માહિતી અનુસાર સેલી દ્વારા લેવામાં આવેલા સ્ટે ના ઓર્ડર ના માત્ર એક કલાક પછી જ ટ્રમ્પ એ આ ફેંસલો કરીયો હતો અને તત્કાલીન રૂપે તેમની જગ્યા પર નવા જજ ની નિમણુંક કરી હતી ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ આ પ્રકાર ના નિર્ણય પછી અમેરિકા ની પ્રજા દ્વારા તેમને તાનાશાહ તરીકે ઓળખવાનું જણાવ્યું હતું.