હફિંગતન પોસ્ટ માં જાણવામાં આવ્યું હતું કે કરવામાં આવેલા ફોન ની પુષ્ટિ વાઈટ હાઉસ દ્વારા સત્તવાર રીતે કરવામાં આવી નહતી.તેમજ તેની કોઈ પ્રતિક્રિયા પણ કરવામાં નોહતી આવી,ટ્રમ્પ અને તેમની ટિમ નું માનવું છે કે તેમની જીત પછી દુનિયા ના કેટલાક દેશો ની કરન્સી ની સરખામણી માં મજબૂત થયેલા ડોલર ની અમેરિકા ના અર્થતંત્ર પર વિપરીત અસર પડી શકે છે.એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પ એ જણાવ્યું હતું કે ‘ અમારી કંપની ચીન ની કંપની કોઈ પણ જાત ની ચુનોતી નથી આપી સકતી તેનું કારણ છે કે અમારી કરન્સી ઘણી મજબૂત છે અને મજબૂત ડોલર ના કારણે અમારું અર્થતંતંત્ર ખોરવાઈ શકે છે.
ટ્રમ્પ ની સાથે તેમની સ્ક્રેટાતી એ જણાવ્યું હતું કે ડોલર ની મજબૂતી અમેરિકા માટે એક જોતા સારી છે.કેમકે જેનાથી અમેરિકા માં વ્યસાય કરતા અને રોકાણકારો નો ભરોસો ઉભરાય રહ્યો છે.પરંતુ ડોલર ની હાલ મજબૂતી ના કારણે અમેરિકા ની અર્થવ્યસ્થા પર નકારાત્મક અસર પાડવાની પણ અશાંકા છે.
થોડા સમય પેહલા ટ્રમ્પ ની ટીમ એ ચીન અને જર્મની પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ બંને દેશ ખોટા વ્યવસાયિક નિયમો નું પાલન કરી ને પોતાની કરન્સી ને ડોલર ની સરખામણી નબળું કરી રહ્યા છે.સામાન્ય રીતે ડોલર ની મજબૂતી અમેરિકા ના રોકાણકારો માટે લાભદાયી હોય છે કેમકે તેમને વિદેશ માંથી ઉત્પાદિત પ્રોડક્ટ નીચા દરે મળી જાય છે.
અમેરિકા ના રાષ્ટ્રપતિ એ રાત ના 3 વાગ્યે એનઆઈએ ના સુરક્ષા સલાહકાર અધિકારી ને ફોન કરી ને પૂછ્યું હતું કે ડોલર નું મજબૂત હોવા ફાયદાકાર છે કે નુક્સાનકર ? એક મીડિયા રિપોર્ટ ના અનુસાર ટ્રમ્પએ રાત્રે 3 વાગ્યે એનઆઈએ ના અધિકારી ને ફોન કરી ને સલાહ માંગી હતી કે ડોલર ની મજબૂતી થી અમેરિકા ની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે.જયારે અધિકારી એ જણાવ્યું હતું કે તે અને વિષે વધુ નથી જાણતા અને તેમને કોઈ અર્થશાસ્ત્રી ને આ વિષય પર પૂછવું જોઈએ.