સ્ટૂડન્ટ વીઝા મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે જે વિવાદિત નિર્ણય લીધો હતો તેને આખરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાછો ખેંચવો પડ્યો છે. જેમાં યુએસની ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો હતો કે જે વિદેશી વિદ્યાર્થીઓને કોરોના દરમિયાન ઓનલાઈન કલાસિસનો વિકલ્પ પસંદ કર્યો હતો તેમના વીઝા પાછા લઈ લેવામાં આવશે.
અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓને લઇને ટ્રમ્પ સરકારે વિવાદિત નિર્ણય લીધો હતો. જેના કારણે અમેરિકામાં ભણતા ભારતિય સહિત વિદેશી વિદ્યાર્થીઓ ઉપર સંકટના વાદળો ઘેરાયાં હતા.
હાર્વર્ડ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓએ સરકાર વિરુદ્ઘ કાનૂનનો સહારો લીધો હતો. અને US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સે ૬ જુલાઈએ લીધેલા નિર્ણયનો વિરોધ કર્યો હતો.
શૈક્ષણિક સંસ્થાઓએ કહ્યું કે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તો લોકોને વ્યકિતગત રૂપે જ નહીં પણ આર્થિક રીતે પણ નુકસાન ઉઠાવવું પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે વિદ્યાર્થીઓના વીઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો.
જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓને તેમના વતન પરત ફરવાનો વારો આવ્યો હતો. જોકે હવે ટ્રમ્પે નિર્ણય પરત ખેંચતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.