નવો Twitter લોગો બદલાઈ જશે જે આવતીકાલે વિશ્વભરમાં લાઇવ થશે
મસ્કે એક વીડિયો શેર કર્યો છે જેમાં ટ્વિટરનો લોગો Xમાં બદલાતો જોવા મળી રહ્યો છે. આ સાથે તેમણે લખ્યું, ‘જો આજે રાત્રે સારો X લોગો પોસ્ટ કરવામાં આવશે, તેને વિશ્વભરમાં લાઈવ કરીશું.
—1999 થી લેટર X સાથે મસ્કનો શુ છે સંબંધ ?આ વાંચો
X અક્ષર સાથે એલોન મસ્કનું જોડાણ 1999નું છે,તેમણે X.com નામની એક ઓનલાઈન બેંકિંગ કંપની બનાવી હતી બાદમાં તેને બીજી કંપની સાથે મર્જ કરી જે પેપાલ બની.
2017માં મસ્કે પેપાલ પાસેથી URL “X.com” પુનઃખરીદ્યું. તેમણે ટ્વિટ કર્યું કે ડોમેન તેમના માટે ‘બહુ જ વધારે મૂલ્ય’ ધરાવે છે.
તે જ સમયે, જ્યારે ઈલોન મસ્કે લિન્ડા યાકિરાનોને ટ્વિટરના નવા સીઈઓ બનાવ્યા, ત્યારે તેમણે ટ્વિટ કર્યું, આ પ્લેટફોર્મને X એવરીથિંગ એપમાં પરિવર્તિત કરવા લિન્ડા સાથે કામ કરવા માટે આતુર છીએ.
X તેમની બીજી કંપની SpaceX માં પણ દેખાય છે.
2020મા, મસ્કે તેમના એક પુત્રનું નામ X Æ A-12 મસ્ક રાખ્યું. Æ નો ઉચ્ચાર “એશ” થાય છે.
આમ,X અક્ષર સાથે એલોન મસ્કનું જોડાણ 1999નું રહ્યું છે.