પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન મીર ઝફુલ્લાહ ખાન જમાલીનું બુધવારે રાવલપિંડીની મિલિટરી હોસ્પિટલમાં નિધન થયું હતું. 76 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. તેના પરિવારે આ માહિતી આપી છે. થોડા દિવસ પહેલાં હૃદયરોગના હુમલા બાદ ભૂતપૂર્વ વડાપ્રધાનને આર્મ્ડ ફોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાર્ટ ડિસીઝમાં જીવનરક્ષક સિસ્ટમમાં મૂકવામાં આવ્યા હતા.
ઇમરાન ખાને દુઃખ વ્યક્ત કર્યું
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, “મીર ઝફુલ્લાહ ખાન જમાલીના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થાય છે. મારી સંવેદના અને પ્રાર્થના તેમના પરિવાર સાથે છે.”