અમેરિકા માં ગુજ્જુ લોકો એ દરેક ફિલ્ડ માં કાઠું કાઢ્યું છે અને દેશ તથા ગુજરાત નું નામ રૉશન કારી રહ્યા છે ત્યારે વધુ એક ગુજરાતી યુવાન દેશ નું નામ રોશન કરવા જઇ રહ્યો છે, વિગતો મુજબ અમેરિકામાં ગ્રેવિટેશનલ વેવ્સ અને બ્લેકહોલના રહસ્યો પર સંશોધન કરતી વેધશાળા ઈન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઑબ્ઝર્વેટરી(લિગો) સાથે આઠ વર્ષથી સંકળાયેલા વડોદરાના સાયન્ટિસ્ટ કરણ જાનીને ફોર્બ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. 30 અન્ડર 30 સાયન્સ કેટેગરીમાં કરણ સ્થાન પામતાં પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. 28 વર્ષનો કરણ હાલમાં જ્યોર્જિયા ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટમાં પીએચડીનો વિદ્યાર્થી છે.
હાલ અમેરિકામાં ગ્રેવિટેશન વેવ્સ પર કામ કરવા માટે બીમ ટ્યૂબ બનાવવા પર કામ ચાલી રહ્યું છે. જેના માટે મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશના સ્થળો ઉપરાંત ગુજરાતના ગોધરાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં ભૂકંપના આંચકાઓ ન આવતા હોય તે વિસ્તારોમાં આ બીમ ટ્યૂબ બનાવવામાં આવે છે. પૃથ્વી પર આવી શાંત પેટાળ ધરાવતી જમીન શોધવાનું અઘરું હોય છે. તેના સમાધાનરૂપે અમેરિકા અવકાશમાં લિસા નામની વેધશાળા બનાવશે. જેના માટે સુપર કોમ્પ્યુટર બનાવવાનું કામ કરણ જાનીને સોંપવામાં આવ્યું છે. આઠ કિલોમિટર લાંબી બીમ ટ્યૂબ માટે ભારતની બે ટોચની સંસ્થાઓ ઉપરાંત ગાંધીનગરની ઈન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચમાં પણ કામ ચાલી રહ્યું છે.
મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇને 100 વર્ષ પહેલા ગુરુત્વાકર્ષણ તરંગો અંગે રજુ કરેલ થિયરીને અમેરિકાની એક રિસર્ચ ટીમે સાચી સાબિત કરી છે. આ રિસર્ચ ટીમમાં વડોદરાના કરણ જાનીનું પણ સામેલ છે. ત્યારે વડોદરા નું નામ આંતર રાષ્ટ્રીય સ્તરે ચમક્યું છે

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.