ભારતમાં હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોવિડ-૧૯ રસી કોવેક્સિનને ઓમાનમાં માન્યતા મળી છે. આના કારણે કોવેક્સિનનો ડોઝ લેનારા મુસાફરોને હવે ઓમાનમાં આઇસોલેશનમાંથી પસાર થવું પડશે નહીં. હકીકતમાં, ઓમાનની સલ્તનતની સરકારે ભારતમાં બનેલા કોવેક્સિન માટે આઈસોલેશન વિના દેશમાં મુસાફરી કરવાના નિયમોમાં છૂટછાટની જાહેરાત કરી છે. મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
ટ્વીટમાં જણાવાયું છે કે કોવેક્સિન હવે ક્વોરેન્ટાઇન વિના ઓમાનની મુસાફરી માટે કોવિડ -૧૯ રસીની મંજૂર યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. આનાથી ભારતમાં પ્રવાસીઓને કોવેક્સિન રસી મેળવવાની સુવિધા મળશે. ભારતીય દૂતાવાસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના તમામ પ્રવાસીઓ જેમણે મુસાફરીની તારીખના બે અઠવાડિયા પહેલા કોવેક્સિનના બંને ડોઝ મેળવ્યા છે, તેઓ હવે આઈસોલેશન વિના ઓમાનની મુસાફરી કરી શકશે. કોવિડ-૧૯ સંબંધિત અન્ય તમામ જરૂરિયાતો અને શરતો, જેમ કે ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ આવા મુસાફરો માટે આગમન પહેલાં લાગુ થશે.
આ ઘોષણા પછી, તે ભારતીય લોકો કે જેઓ ઓમાનની મુસાફરી કરવા માંગતા હતા અને જેમણે કોવેક્સિનના બંને ડોઝ લીધા છે તેઓએ રાહતનો શ્વાસ લીધો છે. એસ્ટ્રાઝેનેકા/કોવિશિલ્ડ લીધા હોય તેવા મુસાફરોને પહેલાથી જ ક્વોરેન્ટાઇન વિના ઓમાન જવાની મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કોવેક્સિનએ ભારતની પ્રથમ સ્વદેશી કોવિડ-૧૯ રસી છે જે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા ભારતીય તબીબી સંશોધન પરિષદના સહયોગથી વિકસિત કરવામાં આવી છે.