બાંગ્લાદેશ માં હોડી ડૂબતા 28 લોકો ના મોત થયા હતા ,ઢાકા નજીક આવેલ બૂઢીગંગા નદીમાં બે હોડી વચ્ચે અકસ્માત સર્જાતા એક હોડી ડૂબી જવાથી 28 લોકોના મોત થયા હતા. આ હોડીમાં 100થી વધુ લોકો સવાર હતા. 28 મૃતદેહ બહાર કાઢવામા આવ્યા છે. અમુક લોકોએ તરીને જીવ બચાવ્યો તો કેટલાક ને બચાવવામાં આવ્યા હતા. વહીવટીતંત્રએ જણાવ્યું છે કે બીજી હોડી સાથે અથડાવાથી આ દુર્ઘટના થઇ હતી. હજુ કેટલા લોકો ગુમ છે અને કેટલા બચાવવામાં આવ્યા છે તેની માહિતી નથી , મોર્નિંગ બર્ નામની હોડી ઢાકાથી મુંશીગંજ જઇ રહી હતી. સરદારઘાટ ટર્મિનલ પાસે તે મોયુર-2 નામની અન્ય હોડી સાથે ટકરાઈ ગઇ હતી. તેમાં મોર્નિંગ બર્ડ હોડી ડૂબી ગઇ હતી. અત્યારસુધી 18 પુરુષ, સાત મહિલાઓ અને ત્રણ બાળકોના મૃતદેહો બહાર કાઢવામા આવ્યા છે. આ ઘટના ને પગલે અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
Monday, May 6