લંડન: બ્રિટનનાં માન્ચેસ્ટર શહેરમાં સોમવાર રાત્રે પોપ સિંગર અરિયાના ગ્રાન્ડનાં કોન્સર્ટ દરમિયાન બે બોમ્બ વિસ્ફોટમાં 19 લોકોના મોત તને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. બ્રિટન પોલીસ આ ઘટનાને આત્મઘાતી હુમલો માની રહી છે. આ બ્લાસ્ટ થયો ત્યારે અરિયાના પરફોર્મ કરી રહી હતી.
આતંકી હુમલા અંગે અરિયાનાએ ટ્વિટ કર્યું છે કે ‘હું ખૂબ જ આઘાતમાં છું, હું ઘટના અંગે દિલથી માફી માગુ છું, મારી પાસે શબ્દો ન નથી.
બ્રિટિશ મીડિયાના જણાવ્યા અનુસાર આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ દ્વારા લેવામાં આવી છે. હુમલામાં બાળકોના પણ મોત થયા છે. ઘટનાને પગલે બ્રિટનમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પોલીસે અરીનાની નજીકના સ્ટેશન, વિક્ટોરિયા સ્ટેશનને ખાલી કરાવવામાં આવ્યુ છે અને બધી ટ્ર્નોને કેન્સલ કરવામાં આવી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ટ્વિટ કર્યું છે કે, આતંકી હુમલાથી ખૂબ જ દુખ થયુ છે. અમે હુમલાની નિંદા કરી છીએ તથા હુમલામાં મૃતકો અને ઘાયલો વિશે સંવેદના પ્રગટ કરીએ છીએ.