આખી દુનિયા માં કોરોના ફેલાવનાર ચાઈના એ બાદ માં અન્ય દેશો ને નબળા પાડી વિશ્વ માં પોતાનું સામ્રાજ્ય ઉભું કરવાની તેની બદ દાનત ઉઘાડી પડી જતા હવે દુનિયા ના લોકોમાં ચીન પ્રત્યે નફરત ફેલાઈ રહી છે ત્યારે ચીન ની પ્રોડક્ટ ના બહિષ્કાર સહિત તેની કોઈપણ વસ્તુ સામે લોકો શંકા ની દ્રષ્ટિ થી જોઈ રહ્યા છે,ભારતે ચાઇનીઝ એપ ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકા અને બ્રિટને પણ ચીનની કંપની હુવાવે પર દેશમાં 5જી નેટવર્ક લગાવવા અંગે પ્રતિબંધિત મૂકી દીધો છે. બ્રિટિશ સરકારે તેની ટેલિકોમ કંપનીઓને 2027 સુધી 5જી નેટવર્કમાંથી હુવાવેનાં તમામ ઉપકરણો હટાવી દેવા જણાવી દીધું છે, અમેરિકા એ તો પહેલે થીજ પોતાના દેશમાં હુવાવેના ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના નેતૃત્વ હેઠળ યોજાયેલી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં નક્કી કરાયું કે બ્રિટનમાં 5જી નેટવર્કના નિર્માણમાં ચીનની કંપનીની ભાગીદારીને ખતમ કરી દેવાશે. બ્રિટિશ સરકારે આ નિર્ણય નેશનલ સાઈબર સિક્યોરિટી કાઉન્સિલના રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ લીધો હતો. ચીનની કંપની હુવાવે પર ડેટા ચોરી અને ગુપ્ત માહિતીઓ ચીનની સરકાર સુધી પહોંચાડવાનો આરોપ મુકાયો છે.
હુવાવેએ બ્રિટિશ સરકારના આ નિર્ણય સામે પોતાનું નિવેદન જાહેર કરી જણાવ્યું કે આ પગલું બ્રિટનને ધીમા રસ્તા પર ધકેલી દેશે અને તેનાથી દેશમાં ડિજિટલ ખાઈ વધશે. અમે બ્રિટિશ સરકાર ને વિનંતી કરીશું કે તેઓ પોતાના નિર્ણય ઉપર પુનઃવિચાર કરે.
ચાઈના એ કોરોના ફેલાવીને દુનિયા માં હાહાકાર મચાવ્યો છે અને સમુદ્ર માર્ગે વિસ્તારો કબ્જે કરવાથી માંડી સરહદ ના પાડોશી દેશો ના વિસ્તાર પણ પણ ગળી જવા ની દાદાગીરી કરતા વિશ્વમાં ચીન વિરોધી જુવાળ ઉભો થયો છે અને એમાંય ચીને ઓસ્ટ્રેલિયા માં સાયબર એટેક કરતા હવે દુનિયા ના દેશો ચાઈના ની એપ સહિત ઈન્ટરનેટ ના ઉપકરણો થી સાવધાન થઈ ગયા છે અને ચાઈના દુનિયા માં પોતાની સાયબર જાળ ફેલાવી ગમેત્યારે નુકસાન કરી શકે તે વાત ના ડર થી ચાઈના ની તમામ વસ્તુઓ ને શંકા થી જોઈ રહ્યા છે અને પ્રતિબંધ મૂકી દુરી બનાવી રહ્યા છે.
Tuesday, May 14