ફેસબુક પ્રેમીને પામવા માટે સરહદ પાર ભારતથી પાકિસ્તાન પહોંચી ગયેલી અંજુ હવે પાકિસ્તાનમાં જઈ મુસ્લિમ ધર્મ અપનાવી ફાતિમા બની જતા તેને અનેક લોકો ભેટ સોગાદો આપી રહયા છે અને અહીં ભારે ફેમસ થઈ ગઈ છે.
ભારતીય યુવતી અંજુ અને તેના પાકિસ્તાની ફેસબુક બોયફ્રેન્ડ નસરુલ્લાની પ્રેમ કહાની પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
પાકિસ્તાની પોલીસ અને સ્થાનિક લોકોએ કહ્યું કે અંજુએ સ્થાનિક કોર્ટમાં ઔપચારિક એફિડેવિટ આપીને નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા છે. પોલીસે જણાવ્યું હતું કે અંજુને સુરક્ષા પણ આપવામાં આવી છે.
અંજુ ઉર્ફે ફાતિમા અને નસરુલ્લાના નિકાહ પછી હવે કપલને ભેટ સોગાદોનો વરસાદ થઇ રહ્યો છે. પાકિસ્તાનના એક મોટા ઉદ્યોગપતિએ પણ અંજુ અને નસરુલ્લાને કિંમતી પ્લોટ ભેટમાં આપ્યો છે. આ બિઝનેસમેને કહ્યુ કે, અંજુને જોઇને બીજા પણ ઇસ્લામ ધર્મ અપનાવે તો આવી ભેટ આપીશું.
આ બિઝનેસમેનનું નામ પાકિસ્તાનની સ્ટાર ગ્રુપ કંપનીઝના CEO મોહસિન ખાન અબ્બાસી છે તેમણે અંજુ અને નસરુલ્લાને પ્લોટ ભેટમાં આપ્યો છે
તેમણે કહ્યું કે, આ ભેટ આપવાનો હેતુ એ છે કે બીજો ધર્મ છોડીને ઇસ્લામ અપનાવનારને સુવિધા મળી રહે.
અંજુથી ફાતિમા બનેલી ભારતીય મહિલાને જમીનનો પ્લોટ ભેટ અને ઉપરથી એક ચોક્કસ રકમનો ચેક પણ આપ્યો છે, પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં નસરુલ્લાના ઘરે ભેટ લઇને પહોંચેલા ઉદ્યોગકારે અંજુને પોતાની કંપનીમાં નોકરી આપવાનું અને ઘર બેઠા પગાર આપવાનું પણ વચન આપ્યું છે.
આમ,ભારતીય યુવતી અંજુ હવે ફાતિમા બની છે અને તેને મુસલમાન પૈસાદાર વર્ગ તરફથી ભેટ અને રોકડ રકમ આપવામાં આવી રહી છે.