પાકિસ્તાને ખુદના દેશમાં કોરોના સંકટને છોડી હવે ભારતને મદદ કરવાની રજૂઆત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરી કહ્યું કે, તે ભારતના વેન્ટિલેટર, ડિજિટલ એક્સરે મશીન અને પીપીઈ કિટ સહિત જરૂરી સામાનોની નિકાસ કરવા માટે તૈયાર છે. આ પહેલા પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ ટ્વીટ કરી ભારતમાં કોરોનાને લઈને એકતા દેખાડી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમારા તરફતી કોવિડ-૧૯ની હાલની લહેરને ધ્યાનમાં રાખી ભારતના લોકોની સાથે એકતાના ભાવથી કોરોના વિરુદ્ધ જંગમાં ઉપયોગ થનારી કેટલીક ખાસ સામગ્રી મોકલવા માટે તૈયાર છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બન્ને દેશ વૈશ્વિક મહામારીને કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે ત્વરિત આપૂર્તિ માટે સહયોગની સંભવિત સંભાવનાઓ શોધી શકે છે.
ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. આ વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન (ઁટ્ઠા ઁસ્ ૈદ્બટ્ઠિહ ારહટ્ઠ) એ ભારતના લોકો પ્રત્યે પોતાની એકતા પ્રગટ કરી છે. તેમણે કહ્યું કે, બધાએ મળીને આ વૈશ્વિક પડકાર સામે લડવુ જાેઈએ. ઇમરાન ખાને શનિવારે ટ્વીટ કરી કહ્યુ, ‘હું ભારતના લોકોની સાથે મારી એકતા વ્યક્ત કરવા ઈચ્છુ છું, તે કોરોનાની ખતરનાક લહેર સામે લડી રહ્યા છે. અમે અમારા પાડોશી અને દુનિયામાં મહામારીથી પીડિત બધાવ લોકો જલદી સાજા થાય તેવી કામના કરીએ છીએ. તેમણે આગળ કહ્યુ કે, આપણે મળીને આ વૈશ્વિક પડકાર સામે લડવુ જાેઈએ.’
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પણ ભારત પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યુ. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ભારતીયો પ્રત્યે શનિવારે સમર્થન વ્યક્ત કર્યુ અને પ્રભાવિત પરિવારો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. કુરૈશીએ કહ્યુ કે, કોવિડ-૧૯ સંકટ તે યાદ અપાવે છે કે માનવીય મુદ્દો પર રાજનીતિથી ઉપર ઉઠીને પગલા ભરવાની જરૂર છે. તેમણે કહ્યું, કોવિડ સંક્રમણે જે રીતે આપણા ક્ષેત્રમાં કહેર વર્તાવ્યો છે કે હાલની લહેરમાં અમે ભારતના લોકો પ્રત્યે સમર્થ વ્યક્ત કરીએ છીએ. પાકિસ્તાનના લોકો તરફતી, હું ભારતના પ્રભાવિત પરિવારો પ્રત્યે હાર્દિક સહાનુભૂતિ પ્રગટ કરુ છું. તેમણે કહ્યું કે, પાકિસ્તાન આ મહામારીનો સામનો કરવાના સહયોગ માટે દક્ષેસ દેશોની સાથે મળી કામ કરી રહ્યું છે.