તિબ્બતી આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ મંગળવારે કહ્યું કે અમારા સમાજમાં મોજુદ સામંતી વ્યવસ્થાને લીધે જાતિના નામ ઉપર સામાજિક ન્યાયનો અભાવ રહ્યો અને આની ધર્મ સાથે કોઈ લેણદેણ નથી. પોતાને પ્રાચીન ભારતીય મુલ્યો અને જ્ઞાનના દૂત જણાવતા દલાઈ લામાએ કહ્યું, “ભારત ગુરુ છે અને અમે ચેલા છીએ. અમે વિશ્વસનીય ચેલા છીએ કેમકે અમે આપના પ્રાચીન જ્ઞાનનો સંચય કરીને રાખ્યો છે.”
દલાઈ લામાએ અહિયાં ‘સામાજિક ન્યાય અને ડૉ. બી. આર. આંબેડકર’ વિષય ઉપર રાજ્યસ્તરીય સેમિનારને સંબોધિત અકર્તા કહ્યું, “હું પોતાને ભારતનો સપૂત પણ મનુ છું કેમ્લકે મારા મસ્તિષ્કની દરેક કોશિકા પ્રાચીન ભારતીય જ્ઞાનથી ભરેલી છે અને મારું શરીર ભારતીય દાળ અને ભાતથી ચાલે છે.” તેમણે કહ્યું કે સામાજિક ન્યાયનો અભાવ જાતિના નામ ઉપર હોય છે, ધર્મના નામ ઉપર નહી. પરંતુ આ સામંતી વ્યવસ્થા જેવી હયાત સામાજિક વ્યવસ્થાઓને લીધે છે.
દલાઈ લામાએ કહ્યું કે સાંસ્કૃતિક રૂપે આ નકારાત્મક પાસું અમારા સમાજમાં વિદ્યમાન છે જેને સમાપ્ત કરવી જોઈએ. ધર્મ અને ધાર્મિક વ્યવસ્થાઓના નામ ઉપર કૈંક સામંતી પ્રથાઓ છે જે ના હોવી જોઈએ. તેમણે કહ્યું કે શિક્ષણના માધ્યમથી જાતી સાથે સંબંધિત અન્યાયને સમાપ્ત કરી શકાય છે. સમાજના કેટલાક વર્ગોમાં મોજુદ અસુરક્ષાની ભાવનાને શિક્ષણના માધ્યમથી સમાપ્ત કરવી જોઈએ.
દલાઈ લામાએ કહ્યું, “જેનાથી સમાનતાની ભાવના આવે, જેનાથી આત્મવિશ્વાસનું નિર્માણ થાય. આત્મવિશ્વાસ, કઠોર પરીશારમાં અને શિક્ષણની સમાનતાને હાંસલ કરી શકાય છે.” તેમણે પ્રાચીન ભારતીય મુલ્યો અને જ્ઞાન ઉપર કહ્યું કે દેશમાં એણે નવું રૂપ અપાવું જોઈએ કેમકે આ પ્રાચીન નથી, બલકે સર્વાધિક પ્રાસંગિક છે. કર્નાટક સરકારે સામાજિક ન્યાય વિભાગ દ્વારા આંબેડકરની ૧૨૫મી જયંતીના પ્રસંગે આયોજિત સેમિનારમાં મુખ્યમંત્રી સિદ્ધરમૈયા અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા મલ્લિકાર્જુન ખાડગેએ ભાગ લીધો.