ભારતીય-અમેરિકન ભવ્યા લાલને નાસામાં મોટી જવાબદારી આપવામાં આવી છે. ભવ્યા યુએસ સ્પેસ એજન્સીના એક્ઝિક્યુટિવ હેડની નિમણૂક કરવામાં આવી છે. ભવ્યા લાલ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા નાસામાં ફેરફાર અંગે સમીક્ષા ટીમની સભ્ય છે અને બિડેન પ્રશાસન હેઠળની એજન્સીના પરિવર્તનકાર્યની તપાસ કરી રહી છે.
યુએસ સ્પેસ એજન્સી નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવ્યા લાલને એન્જિનિયરિંગ અને સ્પેસ ટેકનોલોજીનો બબધઅનુભવ છે. તેઓ 2005થી 2020 સુધી ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (એસટીપીઆઈ)માં સંશોધનના સક્રિય સભ્ય પણ રહી રહ્યા છે.
ભભ્યા લાલ પહેલેથી જ ઘણા કાર્યક્રમો દ્વારા યુએસ સ્પેસ એજન્સી સાથે સંકળાયેલી છે. તેઓ અગાઉ નાસાના પ્રખ્યાત કાર્યક્રમ ઇનોવેટિવ એડવાન્સ્ડ કન્સેપ્ટ્સ પ્રોગ્રામ અને નાસા એડવાઇઝરી કાઉન્સિલની ટેકનોલોજી, ઇનોવેશન અને એન્જિનિયરિંગ એડવાઇઝરી કમિટીની બાહ્ય કાઉન્સિલસભ્ય રહી રહ્યા છે. તેમણે પાંચ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, એન્જિનિયરિંગ અને મેડિસિન (નાફીમ) સમિતિમાં પણ કામ કર્યું છે, જેમાંસૌથી તાજેતરની, 2021માં રજૂ કરવામાં આવશે તે સ્પેસ પરમાણુ પ્રોપપશન ટેકનોલોજી પરની એક છે.