વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના નવા સબફોર્મ BA.2.75ની પુષ્ટિ સાથે ભારત અને 10 દેશોને ચેતવણી આપી છે.
WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું કે કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ ભારત અને 10 દેશોમાં જોવા મળ્યું છે.
ઘેબ્રેયસસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે છેલ્લા બે સપ્તાહમાં વિશ્વભરમાં કોરોનાના નવા કેસોમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે.
ગયા અઠવાડિયે WHOના છ પેટા ક્ષેત્રોમાંથી ચારમાં વધારો જોવા મળ્યો હતો.
ઓમિક્રોનના BA.4 અને BA.5ને કારણે યુરોપ અને અમેરિકામાં કોરોનાની લહેર ચાલી રહી છે. દરમિયાન, ભારત સહિત 10 દેશોમાં BA.2.75 નામની નવી પેટા સ્ટ્રેઈન મળી આવતા નજર રાખવામાં આવી રહી છે.
WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કરીને કહ્યું કે એક નવો સબટાઈપ મળ્યો છે.
તેને BA.2.75 કહેવામાં આવે છે. તે પહેલા ભારતમાંથી અને પછી અન્ય 10 દેશોમાં જોવા મળ્યો છે.
સ્વામીનાથને કહ્યું કે તે કહેવું મુશ્કેલ છે કે તે રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે કે સારવાર માટે ખૂબ જટિલ થઈ પડી શકે છે. તે માટે રાહ જોવી પડશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને તેનું SARS-CoV-2 વાયરસ (TAG-VE) માટેનું ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ સતત નજર રાખી રહ્યું છે અને તેની ગંભીરતા ઉપર સંશોધન ચાલુ છે.