રશિયાની એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી પર આંતરરાષ્ટ્રીય રાજકારણ ચાલી રહ્યું છે. અમેરિકાએ એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી પર તુર્કી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ અમેરિકાએ ભારતને એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની ચેતવણી પણ આપી છે. અમેરિકાએ સોમવારે રશિયા પાસેથી એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે તુર્કીના સંરક્ષણ ઉદ્યોગો અને તેના ચેરમેન સહિત અન્ય ત્રણ અધિકારીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાના નાણાં મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે મુસ્તફા ડેનિઝ, સરહત જેન્કોગ્લુ અને ફારુક યજિઝિત સંરક્ષણ ઉદ્યોગના ચેરમેનના પદ પર છે અને આ તમામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રશિયાની એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ શું છે? ભારત સાથે શું સંબંધ છે? ભારતને શા માટે એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની જરૂર છે.
