યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેણે ઈરાનના 35 ડ્રોન તોડી પાડ્યા છે.
રશિયાએ આ ડ્રોન વડે યુક્રેનમાં જુદા જુદા વિસ્તારમાં હુમલા કરતા વળતા પ્રહારમાં યુક્રેનની સેનાએ એકજ રાતમાં રશિયાના 35 ડ્રોન તોડી પાડ્યા હતા.
મહત્વનું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલા આ ભીષણ યુદ્ધે યુક્રેનને ખંડેરમાં ફેરવી દીધું છે. ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયન સૈનિકોએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર યુક્રેન પર આક્રમણ કર્યું હતું. સૈન્ય શક્તિની દ્રષ્ટિએ રશિયા કરતાં ઘણો નબળો દેશ હોવા છતાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ હાર ન માની અને યુદ્ધ ચાલુ રાખ્યુ છે.
Saturday, May 18