ચાઈના સરહદ અને પાકિસ્તાન માં પણ ચાઈના પોતાના લશ્કરી અડ્ડા બનાવી રહ્યું છે ત્યારે દુશ્મનો ની ચાલ નિષ્ફળ બનાવવા અને ભારત ને સુરક્ષિત કરવા માટે દેશ ના રક્ષા મંત્રાલયે રશિયા પાસેથી 33 ફાઈટર જેટ ખરીદવાના પ્રસ્તાવને મજૂરી આપી છે. 18 હજાર 148 કરોડ રૂપિયાના આ પ્રપોઝલ અંતર્ગત રશિયા પાસેથી 12 સુખોઈ-30 MKI અને 21 મિગ-29 ખરીદવામાં આવશે. આ સિવાય દેશ પાસે હાલ ઉપલબ્ધ 59 મિગ-29ને અપગ્રેડ પણ કરવામાં આવનાર છે.
રક્ષા મંત્રાલયે નેવી અને એરફોર્સ માટે 248 અસ્ત્ર એર ટૂ એર મિસાઈલ ખરીદવાની મજૂરી આપી છે.સાથે સાથે ડીઆરડીઓને એક હજાર કિલોમીટર સુધી હુમલો કરનારી ક્રૂઝ મિસાઈલ ડેવલોપ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
રક્ષા મંત્રાલયે ડિફેન્સ માટે 38 હજાર 900 કરોડ રૂપિયાની ખરીદી કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. તેમાંથી 31 હજાર 130 કરોડ રૂપિયાની ખરીદી ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીમાંથી કરવામાં આવશે. આ અંતર્ગત પિનાકા રોકેટ લોન્ચર એમ્યુનિશન અને બીએમપી કોમ્બેટ વ્હીકલને અપગ્રેડ કરવા સહિત આર્મી માટે રેડિયો સોફટવેર પણ ખરીદવા મંજૂરી મળી છે. આમ ભારત ને ચાઈના જેવા દેશો સામે સુરક્ષિત રાખવા માટે શસ્ત્ર કરાર કરાયા છે.
Sunday, May 19