અમેરિકા પાસેથી જાપાન ૧૦૫ એફ-૩૫ પ્રકારના ફાઈટર વિમાનો ખરીદશે. આ માટે જાપાને ૨૩ અબજ ડોલરનું જંગી બજેટ ફાળવ્યું છે. અમેરિકી કંપની લોકહીડ માર્ટિન આ વિમાનો બનાવે છે અને તેના માટે આ સૌથી મોટો પરદેશી ઓર્ડર હશે. દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પેઓએ આજે કહ્યું હતું કે દક્ષિણ ચીન સાગરના જે ભાગમાં ચીન દાવો કરે છે, એ ગેરકાયદેસર છે. દક્ષિણ ચીન સાગરનો ૯૦ ટકા હિસ્સો પોતાનો હોવાનો ચીન દાવો કરી રહ્યું છે. આ દાવો ખોટો હોવાથી અમેરિકા સહિતના દેશો તેનો વિરોધ કરે છે.
માઈક પોમ્પેઓએ કહ્યું હતું કે ચીન આખો દક્ષિણ ચીન સમુદ્ર પોતાનો હોય એવુ વર્તન કરે છે અને તેની વિવિધ પ્રવૃત્ત્િ।ઓ પણ આ વિસ્તારમાં વધારી રહ્યું છે. પરંતુ વિશ્વ ચીનનો આ દાવો