એક સમય એવો હતો કે જ્યારે લોકોને મીડિયા ઉપર પોતાની જાત કરતા પણ વધુ ભરોસો હતો પણ આજકાલના મીડિયા માટે લોકોમાં ભરોસો રહ્યો નથી અને લોકો આવા મીડિયાને ‘ગોદી’ મીડિયા કે દલાલ મીડિયા અથવા બિકાઉ મીડિયા નામ આપી રહયા છે.
આ બધા વચ્ચે આખી દુનિયા સામે જે સત્ય બહાર આવ્યું તેમાં
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને બુધવારે રાત્રે જે પ્રેસ કોન્ફરન્સ કરી તે ફિક્સ હોવાની વાતનો પરપોટો ફૂટી ગયો હતો.
બાઇડન જ્યારે મીડિયાના સવાલોના જવાબ આપવા પહોંચ્યા તે વખતે તેમના હાથમાં એક કાગળ હતો જેમાં પ્રશ્નો પહેલાથી જ લખેલા હતા જેના રાષ્ટ્રપતિએ શું જવાબ આપવાના છે તે લખેલું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિની આ સ્કિપ્ટ કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે જાહેર થઈ ગયું કે પ્રેસ કોન્ફરન્સ ફિક્સ હતી.
એક પત્રકારે બરાબર એ જ પ્રશ્નો પૂછ્યા જે બાઇડનની સ્લિપમાં લખેલા હતા. રાષ્ટ્રપતિએ પણ લખેલા જ જવાબ વાંચ્યા.
વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં આયોજિત આ મીડિયા ટોકમાં બાઇડનની સાથે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલ પણ હતા. કહેવામાં આવી રહ્યું છે કે બાઇડનની આ ફિક્સ પ્રેસ કોંફરન્સ દક્ષિણ કોરિયાના જ એક કેમેરામેને ઝડપી હતી. પ્રશ્ન પૂછનાર રિપોર્ટર લોસ એન્જલસ ટાઇમ્સના કર્ટની સુબ્રમણ્યમ હતા.
આશ્ચર્યની વાત એ છે કે બાઇડનની સ્લિપ પર રિપોર્ટરનો ફોટો પણ હતો.
આમ,મીડિયાની ભૂમિકા હવે સવાલો ઉભા કરે છે.