નોટબંધી માં વધુ એક બાબત બહાર આવી છે જેમાં ખુલાસો કરાયો છે કે જૂની નોટો જૂન સુધીબદલાવી શકાશેરિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ પોતાની સાથે જૂની નોટ લઇને વિદેશ ગયેલા બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને મોટી રાહત આપી છે. આરબીઆઈના ગવર્નર ઉર્જીત પટેલે કહ્યું કે જે એનઆરઆઈ 9મી નવેમ્બરથી 30મી ડિસેમ્બર 2016ની વચ્ચે દેશની બહાર હતા તેઓ 30મી જૂન 2017 સુધી પોતાની જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બદલાવી શકશે. ત્યારે જે ભારતીય આ દરમ્યાન દેશની બહાર હતા તેમને 31મી માર્ચ 2017 સુધી આ સુવિધા મળશે. જો કે બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અને પાકિસ્તાનમાં રહેતા એનઆરઆઈ કે ભારતીયોને આ સુવિધા મળશે નહીં, જેથી તેઓ તેનો લાભ લઈ શકશે નહીં, પરંતુ તે સિવાય ના આ લાભ લઈ શકશે.
આરબીઆઈના ગવર્નરે ખાસ સ્પષ્ટતા પણ કરી હતી કે એનઆરઆઈને ફેમા કાયદાની અંતર્ગત જ જૂની નોટ બદલવાની છૂટ મળશે. ઉલ્લેખનીય છે કે ફેમા કાયદા અંતર્ગત એનઆરઆઈને 25,000 રૂપિયાની રકમ જ વિદેશોમાં લઇ જવાની છૂટ છે.
જોકે,નોટબંધી બાદ વિદેશમાં વસતા ભારતીયો પોતાની પાસે રાખી મૂકેલ 500 અને 1000 રૂપિયાની જૂની નોટને લઇને ઘણા હેરાન-પરેશાન હતા. તેઓ અલગ-અલગ દેશોમાં ભારતીય બેન્કોની શાખાઓના ચક્કર લગાવી રહ્યાં હતા. પરંતુ બેન્કોએ તેમને ભારતમાં આવેલી તેમની બ્રાન્ચમાં જ આ સુવિધા ઉપલબ્ધ છે તેમ જણાવ્યું હતું. કેટલાંક એનઆરઆઈએ નાણાંમંત્રી અરૂણ જેટલીને નોટ બદલવાની તારીખને વધારવાને લઇને અપીલ કરી હતી.અને આખરે આ માર્ગ નીકળતા તેઓ માં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.