આ એજ ચાઈના છે જેણે વડાપ્રધાન નહેરુ વખતે છેતરીને અચાનક હુમલો કર્યો હતો અને ફરી એવું કરવા મોકો જોઈ રહ્યું છે ,ચાઈના અને ભારત ના અધિકારીઓ વચ્ચે શાંતિ મંત્રણા ની વાર્તા સમાપ્ત થયા બાદ પણ ભારત સાથે પૂર્વી લદ્દાખમાં તણાવ વચ્ચે ચીનનું સરકારી મીડિયા ભારત પર દબાણ લાવી રહ્યું છે. ગ્લોબલ ટાઇમ્સે રવિવારે હજારો સૈનિકોના યુદ્ધ અભ્યાસનો વીડિયો શેર કરી ભારત સામે યુદ્ધ માટે તૈયારી નો આભાસ ઉભો કરી રહ્યું છે. ચીનનું મીડિયા એ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે ચીન કોઇ પણ સમયે તેમના સૈનિકો અને હથિયાર સાથે સરહદ ઉપર ત્રાટકી શકે છે. ભારતીય એક્સપર્ટે કહ્યું છે કે આ ચીનની જૂની આદત છે. આપણે સચેત રહેવું જોઈએ કારણ કે ચીન ગદ્દાર છે.
મીડિયા ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો કે પીપલ્સ લિબરેશન આર્મીએ ચીનના ઉત્તર પશ્વિમમાં ઉંચાઇવાળા વિસ્તારોમાં મોટાપાયે યુદ્ધ અભ્યાસ કર્યો છે. તેમાં હજારો પેરાટ્રૂપર્સ અને બખ્તરબંધ ગાડીઓ તૈયાર રાખવામાં આવી છે. આમ ચાઈના ના દેખાડના અને ચાવવાના દાંત જુદાજુદા હોવાનું સપાટી ઉપર આવ્યું છે
Saturday, May 18